________________
૩૦૦
સમ્રાટ અકબર
કધેિ ઉંચકીને છેડે દૂર સુધી ગયો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્ય મુખ્ય અમાત્યાએ સમ્રાટનું અનુકરણ કર્યું અને રાજમાતાનું શબ ઉંચકી સ્વર્ગસ્થ આત્માપ્રત્યે સન્માન દર્શાવ્યું. દિલ્હી નગરીમાં જે સ્થળે અકબરના પિતાનું સમાધિમંદિર તૈયાર થયું હતું, તેજ મંદિરની પાસે સમ્રાટે પોતાની માતાનું સમાધિમંદિર તૈયાર કરાવ્યું.
અકબર તેની માતુશ્રી પ્રત્યે અત્યંત શ્રદ્ધા તથા ભક્તિભાવ દર્શાવતા હતા, તેણીની પ્રત્યેક આજ્ઞાને અંતઃકરણપૂર્વક માન આપતા હતે. ખરેખર તે એક માતૃભકતનરેશ હતો, એમ કહીએ તે પણ અગ્ય નથી. રાજમાતા પિતાના હાથવતી ગરીબ અને દરિદ્ર મનુષ્યને અન્નવસ્ત્રનું દાન આપી શકે તેટલા માટે સમ્રાટ પિતાની માતુશ્રીને પુષ્કળ ધન વગેરે આપતે. અન્ય સગાં-વહાલાંઓને પણ સમ્રાટ યથાયોગ્ય સહાયતા આપવામાં કદાપિ સંકેચ ધરતે ન હતા. એક દિવસ બાદાઉનીએ મકકા ખાતે યાત્રાળે જવાની સમ્રાટ અકબર પાસે રજા માગી. સમ્રાટે કહ્યું કે –“મને પિતાને કશો વાંધો નથી, પરંતુ મકકા ખાતે જવું જ હોય તે સર્વપ્રથમ તમારે તમારી માતુશ્રીની અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. જ્યાંસુધી તમારી માતા તમને અનુમતિ ન આપે, ત્યાં સુધી તમારાથી જઈ શકાશે નહિ.” સમ્રાટ સામાન્ય માતાઓ તરફ પણ કેવી માનદષ્ટિથી નિહાળતે, તે આ એક દષ્ટાંતદ્વારા સિદ્ધ થઈ શકશે.
દુઃખના ઉપરાઉપરિ હલ્લાઓથી સમ્રાટની તબિયત દિવસે દિવસે બગડતી ચાલી. સમયરૂપી સમુદ્રમાં રહેલી આ દીવાદાંડી ઉપરાઉપરિ પ્રબળ તરંગોને લીધે હવે ડોલવા લાગી. ધીમે ધીમે અકબરને જીવનદીપક નિસ્તેજ થવા લાગ્યો. હવે વહેમોડે પણ જોત-જોતામાં એ દીપક ઓલવાઈ જ જોઈએ, એમ સર્વને ખાત્રી થવા લાગી. અકબરની આવી અંતિમ અવસ્થા નિહાળી સલીમ અને તેનો પુત્ર ખુશરૂ સિંહાસન પ્રાપ્ત કરવાની વાસનાથી આગ્રા તરફ રવાના થયા. બંને જણુએ રાજ્ય પચાવી પાડવા જુદી જુદી જાતનાં કાવતરાઓ રચવા માંડયાં.
અકબરને ધીમે ધીમે બહુ દસ્ત થવા લાગ્યા અર્થાત તેને અતિસારને રિોગ લાગુ પડે. વૈદ્યો વગેરેએ એક અઠવાડિયાપર્યત કાઈ પણ પ્રકારની દવા આપવાની તૈયારી કરી નહિ. છેવટે વૈદ્યોએ એક દવા આપવાની વ્યવસ્થા કરી, પણ તે દવા આરામ કરવાને બદલે ઉલટી નુકશાનકર્તા થઈ પડી; અર્થાત્ અતિસારમાંથી તાવ અને પેશાબની બળતરા વ્યાધિ લાગુ પડે. વૈદ્યોએ પુનઃ ઔષધ આપ્યું. તાવ અને પ્રમેહ બંધ થયે; પણ અતિસારે ફરીથી ઉથલો માર્યો.
સમ્રાટની માંદગીમાં તેને એક ધાત્રીપુત્ર સર્વપ્રધાન સેનાપતિ ખાને આમ આજીજ કોકા રાજ્યસંબંધી સઘળી વ્યવસ્થાઓ કરતા હતા. રાજ્યના સર્વ કરો
માં તે અપ્રપદ ધરાવતો હતો. કુમાર ખુશરને તે સસ થતો હતો અને રાજ Shree Sudharmaswami Gyanbhåndar-Umara, Surat
www.umaragyanbhandar.com