________________
ધર્મનીતિ
ર૭૧
સમ્રાટે એમ પણ જાહેર કરી દીધું હતું કે –“ પ્રત્યેક મનુષ્ય પોતપોતાની વિવેકબુદ્ધિને અનુસરવામાં સ્વતંત્ર છે. ધર્મમતની ખાતર કોઈને હેરાન કરવામાં આવશે નહિ. જેની ઈચ્છા હોય તે ખુશીથી ક્રિશ્ચિયનદેવળ, યાહુદિમંદિર, અગ્નિમંદિર તથા હિંદુદેવાલય ચણાવી શકશે. ધાર્મિક વિધિઓ માટે કોઈ પણ મનુષ્ય કેઈને દુભાવી શકશે નહિ.” જે સમયે યુરોપખંડમાં શુદ્ધ ધર્મને લીધે મનુષ્યોના લેહીની નદીઓ વહેવા લાગી હતી, નરરકતથી યુરોપની પૃથ્વી કલંકિત થઈ રહી હતી, અને ક્રિશ્ચિયન ધર્મની જૂદી જૂદી શાખાઓ એક-બીજાને વિનષ્ટ કરવાની વાસનાથી પાશ્ચાત્યભૂમિને રક્તવર્ણથી મનુષ્યના લેહીથી) રંગી રહી હતી, તે જ સમયે ભારતવર્ષમાં ઉદાર ધમની પતાકા પ્રબળવેગે ફરકી રહી હતી ! પાશ્ચાત્ય દેશમાં જે સમયે અંધશ્રદ્ધાનું પૂરેપૂરું પ્રાબલ્ય હતું, તે સમયે આ દેશમાં ઉદાર ધર્મની શીતળ લહરીઓ વહી રહી હતી !
સમ્રાટ જે હિંદુધર્મને જ આગ્રહપૂર્વક વળગી રહ્યો હતો તે મુસલમાન તેને કોઈ પણ પ્રકારે સંમત થાત નહિ અને જે મુસલમાન ધર્મને જ દઢતાપૂર્વક વળગી રહ્યો હેત તે હિંદુઓ કિંચિત માત્ર તેને અનુકૂળ થાત નહિ; એટલા જ માટે હિંદુઓ અને મુસલમાનના સંમિલનાથે ક્રિશ્ચિયન ધર્મ, મુસલમાનધર્મ ૌદ્ધધર્મ તથા પારસીધર્મમાંથી કિંચિત અને હિંદુધર્મમાંથી બહુજ સારાંશ ગ્રહણ કરી એક ન ધર્મ સમ્રાટે તૈયાર કર્યો હતો. સઘળા ધર્મોમાંથી સહેજ સહેજ ઉપયોગી અંશ લેવાથી જે એક નૂતન ધર્મ તૈયાર થાય, તેને સમ્રાટે હિંદુધર્મને મનોહર પિોષાક પહેરાવી સુસજિત કર્યો હતો, એમ કહીએ તોપણ ખોટું નથી. સમ્રાટને નૂતન ધર્મ સર્વથા હિંદુધર્મનેજ મળતા આવતા. માત્ર તેમાં કેટલેક
સુધારે–વધારેજ કરવામાં આવ્યા હતા. આ હિંદુપ્રધાન ભારતવર્ષમાં સમ્રાટની - ઉકત રાજનીતિ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર છે, એમ કહેવાની જરૂર નથી. સમ્રાટના નૂતન ધર્મે હિંદુ તથા મુસલમાનને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર પિતાના ખોળામાં પ્રેમપૂર્વક બેસાડવા હસ્ત પ્રસાર્યા હતા. નૂતન ધર્મને ઉદ્દેશ જ એ હતો કે ભારતવર્ષને વિવિધ ધર્મો તથા કામોના પરસ્પરના કોશમાંથી છેક મુકત કરી તેને એક અવિભક્ત તથા મહા બળવાન દેશ બનાવો. સમ્રાટ કહે કે –“ એક માત્ર પરમેશ્વરજ સઘળા મનુષ્યને સ્વામી છે. તે એક સર્વશકિતમાન, સર્વત્ર સતત વ્યાપી રહેલ તથા પરમ દયામય છે. વિચાર કે ભાવનાહારાજ તેની ઉપાસના થઈ શકે છે. મનુષ્યએ પિતાના સમાજની તથા દેશની દુર્ગતિ દૂર કરવાને પ્રયત્ન કરે અને તેને ઉન્નત બનાવવાને બની શકે તેટલે ભોગ આપ, એજ ઈશ્વરપૂજાનો સર્વોત્તમ ઉપાય છે. અમુક મનુષ્યનું બૂરું કરો અને મારું એક્લાનું
કલ્યાણ કરે એવી ઈશ્વરની પાસે પ્રાર્થના કરવી, તે છેક અનુચિત છે. મનુષ્યનું આ જ્ઞાન જ્યારે અપકવ તથા અપૂર્ણ હોય છે, ત્યારે તે સુખ-દુ:ખના પ્રસંગોમાં
Shree Sudharmaswami Gyanbhandamara, Surat
www.umaragyanbhandar.com