________________
સમ્રાટ અકબર
છે. વિભિન્ન દેશે એકજ લક્ષ પ્રતિ ગતિ કરે અને ભારતીય ઉન્નતિને મહાન ઉદેશ સિદ્ધ થાય એજ માત્ર અકબરની એક સાધના હતી.
સમ્રાટે “સુન્નીઓ ના જુલમમાંથી “શીઆઓને મુકત કરાવ્યા. હિંદુ અને મુસલમાન વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને હિંદુઓનું દુઃખ દૂર થાય તે માટે તેણે ઉપરાઉપરિ હુકમ બહાર પાડવા માંડ્યા. ઘણા દિવસોથી હિંદુ પ્રજાને શિરે યાત્રાવેરે નામને એક કર નાખવામાં આવ્યા હતા, કે જે કઈ હિંદુ યાત્રાએ નીકળે તેણે આ કર ભર્યા પછી જ ડગલું ભરવું એ રાજ્યને પ્રથમ હુકમ હતા. રાજ્યના
અમલદારો આ કરની આવકમાંથી યાત્રીઓની સુખ-સગવડ સાચવતા કે તેમનું રક્ષણ કરતા, એમ કેઈએ સમજવું નહિ; મુસલમાન રાજાઓ હિંદુ અને હિંદુઓનાં તીર્થો પ્રતિ અતિશય તિરસ્કારની દૃષ્ટિથી જતા હતા, તે દર્શાવવા માટે જ ઉક્ત કરી નાખવામાં આવ્યા હતા. સમ્રાટ અકબરે ખુલ્લી રીતે જણાવ્યું કે-“જે કે આ કર કુસંસ્કારને લીધે જ હિંદુપ્રજા ઉપર નાખવામાં આવ્યો છે, પણ હિંદુઓ જ્યારે તીર્થયાત્રાને પરમ ધર્મકર્તવ્યરૂપ લેખે છે તે પછી તેમાં કોઈ પણ રીતે વિશ્વ નાખવું એ ઉચિત નથી.” અકબરે રાજ્યની લગામ પિતાના હાથમાં લીધા પછી આઠમે વર્ષે ઉક્ત કર રદ કર્યો હતો અને નવમે વર્ષે જ આ નામને ત્રાસદાયક વેરે પણ માફ કરવામાં આવ્યા હતા. અબુલફઝલે લખ્યું છે કે
યાત્રાવેરા અને જજીઆવે, એદ્વારા સમ્રાટને દર વર્ષે કરોડો રૂપીઆની આવક થતી. સર્વ કોઇને પિતપોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે ધર્મ પાળવાના સમાન અધિકાર હેવાથી કેઈએ ધર્મની ખાતર કેાઈની ઉપર જુલમ કરે નહિ” એવો ઉદાર અને સહૃદયતાપૂર્ણ આદેશ અકબરે સર્વત્ર પ્રચાર કરી દીધો હતે. નીતિ કે ધર્મને ભેદ રાખ્યા વિના અકબર ગુણોનું યથાયોગ્ય સન્માન કરતે, તેમને ઉત્તેજન આપતે અને તેમની મુશ્કેલીઓ દૂર કરતે. દેશમાં સર્વત્ર જ્ઞાનનો ફેલાવો થાય તે માટે તેણે અનેક ઉપાય અજમાવ્યા હતા. સામાન્ય જનસમાજની કેવી રીતે ઉન્નતિ થાય, એજ વિચાર તેના મનમાં મુખ્યભાવે ઘોળાયા કરતું હતું. સમ્રાટે દ્રવ્યને લેભ કદાપિ કર્યો નથી. સ્વજાતિને પક્ષપાત કર્યા વિના ર્યોગ્ય લાગે ત્યાં
ત્યાં ધનને પુષ્કળ વ્યય કરવામાં તે કદિ પણ પાછી પાની કરતા નહિ. હિંદુસ્થાન કેવી રીતે ગૌરવપૂર્ણ થાય, કેવી રીતે મહાશક્તિશાળી થાય, કેવી રીતે વિશાળ સામ્રાજ્યરૂપે તે પરિણમે, એજ માત્ર તેનું લક્ષ્ય, સાધના અને તપસ્યા હતી. પૃથ્વીની સમસ્ત શક્તિઓની સામે અવિચળપણે ટકી રહે એવું સામ્રાજ્ય ભારતમાં દઢીભૂત થયેલું જોવાની અકબરને ઉત્કટ ઇચ્છા હતી; એટલાજ માટે તે યુક્તિદેવીને આગળ કરી, જમણે હાથ હિંદુભાઈઓને ખભે, તયા ડાબા હાથ
મુસલમાન બંધુઓને ખભે, શ્રદ્ધાપૂર્વક મૂકી આગળ વધવા પ્રયત્ન કરવા લાગ્યા. Shreમહામંદિરને માર્ગ જો કે બહુ વિકટ તેમજ કંટકમય હતો, છતાં તેણે આનંદ,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat