Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 355
________________ त्रयविंश अध्याय-समाधिमंदिर અમે ઈ. સ. ૧૮૯૯ ના અકટોબર માસની તા. ૧૦મીએ મહાત્મા અકબરની પવિત્ર સમાધિભૂમિનાં દર્શન કરવા રવાના થયા. આગ્રાથી સિકંદ્રા પાંચ માઈલ ઉપર ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે, જે રાજમાર્ગ આગ્રાથી સિકંદ્રા, મથુરા, વૃંદાવન તથા દિલ્હી થઈને લાહેરસુધી ચાલ્યા જાય છે તે માર્ગે અમે આગળ ચાલવા માંડયું. ધીમે ધીમે આગ્રાના પ્રાચીન કિલ્લાને દિલ્હી દરવાજે કે જે હાલ જીર્ણ થઈ ગયો છે, તેને વટાવીને અમે આગળ ગયા. માર્ગનું અંતર નક્કી કરવા પ્રથમના સમ્રાટે એ જે વિચિત્ર પ્રકારના થાંભલાઓ રસ્તાની બાજુએ -ઉભા કરી રાખ્યા છે, તે જોઈને અમને બહુ આશ્ચર્ય થવા લાગ્યું. અમે જેમ જેમ આગળ ચાલવા લાગ્યા તેમ તેમ રસ્તાની બન્ને બાજુએ આવેલી કબરે, કે જે મની કેટલીક છેક જીર્ણ થઈ ગઈ હતી અને કેટલીક પડવાની અણી ઉપર આવી રહી હતી, તે સઘળી કબરો અમારી દષ્ટિને આકર્ષવા લાગી. ત્યારબાદ અમે સમ્રાટ અકબરના સમાધિબાગના દ્વાર પાસે આવી પહોંચ્યા. સર્વથી પ્રથમ આવતે આર્કવાળો દરવાજે ૭૦ ફીટથી અધિક ઉંચાઇવાળો છે. તેમાં જે પથ્થર વાપરવામાં આવ્યો છે તે રાતા રંગને છે. દરવાજા ઉપર સફેદ કાળા તથા પીળા રંગના પથરાઓમાંથી તૈયાર કરેલી ફૂલવેલીએ શોભી રહી છે. અમે તેમાં પ્રવેશ કરીને જોયું તે જણાયું કે દરવાજાને હૌલ સાધારણ પંક્તિને નહે. ખરેખર તે એક અતિ સુંદર તથા વિશાળ હૈલ છે. કાઉન્ટ ઓફ નવરે યથાર્થ જ લખ્યું છે કે “આ દરવાજાવાળો હલ એટલે બધે ઉંચે અને એટલે બધે સુંદર છે કે તે એક રાજમહેલ જ છે, એ ભ્રમ થયા વગર રહે નહિ. ” આ હોલની ચોતરફ નાની ઓરડીઓ આવેલી છે અને તેમાં ઉપર ચડવાની પથ્થરની નિસરણીઓ છે. પહેરેદારો આ સ્થળે રહે છે. આ અતિ ઉચ્ચ ગૃહને મથાળે ચાર ખૂણે “તમર્મરનાં બનાવેલાં આકાશને ભેદી શકે તેટલી ઉંચાઈવાળાં શિખરે એક કાળે નૈરવપૂર્વક વિરાજી રહ્યાં હતાં. અત્યારે તે તે ગિરવ પણ નથી, તેમજ પૂર્વના જેવું ઉચ્ચ શિખર પણ નથી. શિખરે સઘળાં ભાગી ગયા છે. ફરીથી તેને ઉદ્ધાર કરવાનો કેને ખ્યાલ પણ આવતું નથી. ઉક્ત ગ્રહની ટોચ ઉપરથી પૂર્વે શોકસંગીતવાળા નેબતને વનિ દર્શકોના પ્રાણ ને આકુળ-વ્યાકુળ બનાવતે. મહા વિદ્વાન કાઉન્ટ ઑફ નેવર ઈસ. ૧૮૬૮ માં ઉક્ત સમાધિમંદિરના દર્શને આવ્યા હતા. તે વખતે ઉપર કહેલી નોબત વાગતી હતી અને મૃત મહાત્મા અકબરનું સન્માન વિસ્તારતી હતી, પરંતુ અત્યારે તે એનોબત પણ મૂંગી બની ગઈ છે ! એ નોબત કાયમને માટે મૂંગી બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366