________________
ધર્મનીતિ
૨૬૭
ક્રિશ્ચિયન ધર્મને ફેલાવો કરવાની સમ્રાટ પાસે રજા માગી ત્યારે તે પાદરીઓ ઉપર કેઈ અજ્ઞાન મનુષ્ય જુલમ ગુજારે એવા ભયથી સમ્રાટે તેમને શાંત કર્યા. પિતાની મહેરબાનીવાળા પાદરીએ પ્રજાવર્ગ ઉપર ધર્મપ્રચારઅર્થે ત્રાસ વર્તાવે તે તે પણ અસંભવિત નથી, એમ ધારીને પણ સમ્રાટે પાદરીઓને ધર્મપ્રચારની પરવાનગી ન આપી હોય, તો તે પણ બનવાગ્ય છે; છતાં અકબરે એમ જાહેર કરી દીધું કે “જે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી ક્રિશ્ચિયન ધર્મને સ્વીકાર કરશે, તે તેને રાજ્ય તરફથી કોઈ પણ પ્રકારને ત્રાસ આપવામાં આવશે નહિ, તેમજ જે કોઈ મનુષ્ય ક્રિશ્ચિયનધર્માવલંબી ઉપર જોરજુલમ ગુજારશે, તે તે રાજ્યની દૃષ્ટિમાં ગુન્હેગાર થશે. ” સમ્રાટે પોતાના પુત્ર મુરાદને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કરાવવા તથા ક્રિશ્ચિયન ધર્મનું રહસ્ય સમજાવવા પાદરીઓની સ્વાધીનતામાં અર્પણ કર્યો હતો. સમ્રાટે તેમને માટે આગ્રામાં એક ક્રિશ્ચિયન દેવળ પણ બંધાવી આપ્યું હતું. એટલું જ નહિ પણ એક દિવસે તે દેવળમાં જઇ, ક્રિશ્ચિયન પદ્ધતિ પ્રમાણે પિતાને મુકુટ અળગો કરી, ઢીંચણભર પડી તથા મુસલમાન વિધિ પ્રમાણે થોડીવાર બેસીને અને થોડીવાર ઉભા રહીને ઈશ્વરની ઉપાસના પણ કરી હતી. કલિક ક્રિશ્ચિયનનું ઉકત દેવળ હજી પણ આગ્રામાં જોઈ શકાય છે. એક દિવસે પેલા પાદરીઓએ ધર્મસભામાં ક્રાઈસ્ટનું ઈશ્વરત્વ સિદ્ધ કરવા ઉપરાઉપરિ યુકિતઓ આપવા માંડી, ત્યારે સભાસદોને બહુજ આશ્ચર્ય થયું. સમ્રાટે સભાસદોને આશ્ચર્યમુગ્ધ થયેલા જોઈ જણાવ્યું કે –“ક્રિશ્ચિયન લેકે પિતાની બાલ્યાવસ્થામાંથી જ ઈસ-ક્રાઈસ્ટપ્રત્યે પ્રેમ ધરાવતા હોય છે, તેથી તેઓ તેનામાં ઈશ્વરને આરેપ કરે, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. આપણું હિંદુસ્તાનમાં પણ શું અનેક મનુષ્ય સિદ્ધિવાળા ગી-સંન્યાસીઓને અતિ પવિત્ર તેમજ ઈશ્વરાવતાર નથી માની લેતા ? ” એક દિવસે પાદરીઓ, અને ઇસ્લામીએ પિતપિતાના ધર્મનું મહત્ત્વ સિદ્ધ કરતા ધર્મસભામાં બેઠા હતા. છેવટે એક પાદરી બેલી ઉો કે-“બાઈબલને હાથમાં રાખી અગ્નિમાં પ્ર વેશ કરવાને તૈયાર છું. તમે પણ કુરાનને હાથમાં રાખી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થાઓ. આપણું બેમાંથી જે મનુષ્ય બન્યા વગર કે દાઝયા વગર બહાર નીકળે તેને ધર્મ સત્ય છે, એમ પ્રત્યેકે સ્વીકાર કરે.”ૌલવીઓ પાદરીઓને શું જવાબ આપે, તે વિચારી શક્યા નહિ અને તર્કયુદ્ધ પિતાની મેળે જ શાંત થઈ ગયું ! પાદરીઓએ આ તકને લાભ લઈ સમ્રાટને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા આગ્રહ કર્યો. સમ્રાટે તેને ખુલ્લી રીતે જણાવી દીધું કે “ આપનું સંપૂર્ણ માન રાખું છું, આપના ધર્મના અમુક અંશની હું મુક્તકઠે પ્રશંસા પણ કરું છું. છતાં ઈશ્વરને એક પુત્ર હતા અને તે મનુષ્યરૂપે આ જગતમાં અવતર્યો હતે, એ વાત હું માની શકતો નથી. ઇસુખ્રિસ્ત મનુષ્યોને ઉદ્ધાર
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com