Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 314
________________ શાસનનીતિ ૧૯૩ પશુ સંપૂર્ણ રીતે પિછાની શકયા નહિ. સમ્રાટ એકદમ ટાળામાંથી આગળ જઈ પેલી રાજપૂતબાળાને મુક્ત કરવાને પ્રયત્ન કરવા લાગ્યા. આથી એકત્ર થયેલા રાજપૂત વીરા સમ્રાટની સામે થયા; પરંતુ આવી વિરુદ્ધતાથી અકબર નિરાશનિત્સાહ બની જાય તેવા નહાતા. તેણે આ નિર્દોષ વિધવા સ્ત્રીને આવી ક્રૂરતાપૂર્ણાંક ખાળી નાખવા માટે સખ્ત વાંધો લીધા અને પોતાનાં તન-મતના ભાગે પશુ તે ખાળાને બચાવી લેવાની હિ ંમત દર્શાવી. એટલામાં અખરતા અન્ય રાજા જગન્નાથ સમ્રાટને ઓળખી ગયા, તેણે તેજ ક્ષણે ટાળાની મધ્યમાંથી બહાર નીકળી સમ્રાટને નમન કર્યું. સતીદાહના દુષ્કાર્યમાં આગળ પડતા ભાગ લેનારા આગેવાન, સમ્રાટ અકબર પોતે આ સતીદાહ અટકાવવા આટલે દૂર આવ્યા છે, મે વાત સમજી ગયા, તેથી તેમણે પણ તેની સામે વાંધો લેવાનું માંડી વાળ્યુ. હારઆદ અનેક રાજપૂતાએ સમ્રાટ પાસે હાજર થઇ, પોતે જે અન્યાય કાર્ય કરવાન તૈયાર થયા હતા તેને માટે અંતઃકરણના પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી. સતીદાહ બંધ થયા અને હતભાગની રાજપૂતમાળા મોતના પંજામાંથી ખચી ગ; છતાં સમ્રાટે પેલા ક્ષમાપ્રાર્થી રાજપૂતાને ક્ષમા આપવાની તત્પરતા દર્શાવી નહિ, તેમજ આવું ક્રૂર કમ કરનારા રાજપૂત આગેવાનને ઠપકેા આપીને કે અમુક દંડ લઇને જતા કરવા એ પણ તેને યાગ્ય લાગ્યું નહિ. છેવટે તેણે તેમને કેદ કર્યાં અને સતીદાહ કરનારાઓને સમ્રાટ કેવી સખ્ત સજા કરે છે તેના દાખલા બેસાડયા. સમ્રાટે જે રાજપૂતાને કેદ કર્યાં હતા તેમાં ખરપ્રદેશ જેવા વિશાળ રાજ્યના અધીશ્વર પણ હતા અને તે સમ્રાટની સાથે અતિ નિકટા સ્નેહ-સ ંબધ પણ ધરાવતા હતા, છતાં સમ્રાટે તેને કેમાં નાખતાં કિંચિત્માત્ર અચા ખાધા નહાતા. એક ભયંકર ગુન્હા માટે તે પેાતાના ગમે તેવા સંબંધીતે પણ યોગ્ય સજા કરવાને તૈયાર છે, એમ તેણે આવાં અનેક ઉદાહરણાથી પ્રજાને બતાવી આપ્યું હતું.’” અકબર જેવા સહદય સમ્રાટ વસુંધરાજનની પુનઃ કયારે ઉત્પન્ન કરશે ? બિકાનેરના રાજા રાયસિહની કન્યા સાથે કાલજરના રાજા રામચંદ્ર વાધેલાના પુત્રના વિવાહ થયા હતા. તેના મૃત્યુ પછી સમ્રાટે તેની સ્ત્રીને સતી થતી અટકાવી હતી. તે સમયે રાજપૂતા બહુ પ્રબળ પ્રતાપી લડવૈયાઓ ગણાતા હતા, છતાં સતી થવાના રિવાજ અટકાવતાં કદાચ તેમનેા કાપ વડેારી લેવા પડે તે તે પણ સ્વીકારવા, એવા સમ્રાટે નિશ્ચય કર્યાં હતા. અકબર એકવાર કન્યને નિશુંય કર્યાં પછી તેનું પાલન કર્યાં વગર રહેતા નહિ અને કદાચ તે માટે મહાન ભાગ આપવા પડે તો તે પણ આનંદપૂર્વક આપતા. હિંદુ તે સમયે બલિદાનનિમિત્તે અનેક જીવાની હત્યા કરતા હતા. જીવહિંસા કરવી એ બહુ અન્યાયી કાય છે, એમ જણાવી સમ્રાટે હિંદુઓને હિંસા કરતા અટકાવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366