________________
શાસનનીતિ
૫૫
""
મુસલમાનાના ભેદો ભૂલી જવા. તેણે સાધારણ જનસમાજના હિતાર્થે એકસરખા હકકવાળી રાજનીતિ પ્રવર્તાવી હતી, અને પ્રત્યેક મનુષ્ય પોતપોતાની વવેકબુદ્ધિ પ્રમાણે વર્તવાને સ્વતંત્ર છે, એમ જણાવી ભારતવર્ષમાં નવયુગનાં તેજસ્વી કિરણા પ્રસાર્યાં હતાં. રકતપાત પ્રત્યે તે અત્યંત તિરસ્કાર દર્શાવતા હતા. દયાની સાથે લેાકાને ન્યાય આપવા, એ તેનું મુખ્ય સૂત્ર હતું. વરના ખલા વૈથી લેવાને બદલે વૈરના બદલા ક્ષમાથી લેવાનુ તે અધિક પસંદ કરતા હતા; છતાં જરૂર પડે તે પ્રસંગે હૃદયની સ્વાભાવિક કરુણાને દાખી દઇ .કઠારતા દર્શાવવાતે પણ તે ભૂલતા નહિ. જ્યાંસુધી અમુક મનુષ્ય ભવિષ્યમાં સુધરી શકે એમ છે, એવે! સંભવ જાય ત્યાંસુધી સમ્રાટ તેને સખ્ત સજા ફરમાવતા નિહ. “જાએ, હવે પછી એવું પાપ-કર્મી કરશેા નહિ, એમ કહી સામાન્ય અપરાધીઓને છેાડી મૂકવા એ તેના ચારિત્ર્યની મૂળ નીતિ હતી. તેના ઉપદેશ પણુ ઉપર કહ્યુ તે એકજ વાકયમાં સમાઇ જતા. તે ખરેખરા સ્નેહશીલ તથા બંધુવત્સલ હતા. અન્યને પેાતાની તરફ કેવી રીતે ખેંચવા, એ કળા તે બહુ સારી રીતે જાણતા હતા. લોકાને સ્નેહકારા મુગ્ધ કરવાનુ તેનામાં અપાર સામર્થ્ય હતું. તેણે શત્રુઓને સન્માન આપી તથા તેમના પ્રત્યે સહૃદયતા દર્શાવી પેાતાના પક્ષમાં ભેળવી દીધા હતા. ‘“સંમિલન કરવુ’–સંપ સ્થાપવા” એજ તેનુ મૂળ લક્ષ હતું. અકબરના કરતાં વિશેષ સહૃદય, પ્રજાહિતાકાંક્ષી, ઉત્સાહી તથા કદરદાન સમ્રાટ ભારતવર્ષમાં અન્ય કાઇ જન્મ્યા નથી. તેણે મોગલ વંશની વંશાવલીમાં અગાધ સુખશાંતિ તથા સમૃદ્ધિ આણ્યાં હતાં, એ વાતના કાઇ અસ્વીકાર કરી શકે તેમ નથી.
અનાયર સાડેએ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યા પછી લખ્યુ છે કે-“ભારતવર્ષોંમાં એવી ઉત્કૃષ્ટ દુકા તૈયાર થાય છે કે તેના કરતાં શ્રેષ્ઠ બંદુકા યૂરોપમાં તૈયાર થતી હશે કે નહિ તે શંકા છે. ” હંટર સાહેબ લખે છે કેઃ “યૂરાપના વેપારીએ સાળમા સકામાં સર્વાંથી પ્રથમ ભારતીય સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે તેમણે હિંદુ—મુસલમાનાની સભ્યતા ઉત્તમ પ્રકારની જોઈ હતી. પોતાના દેશની સભ્યતા કરતાં ભારતવર્ષની સભ્યતા ક્રાપ્ત રીતે પછાત હાય તેમ તેને લાગ્યું નહેતું. તે સમયે પૃથ્વીની ક્રાઇ પણ જાતિ સ્થાપત્યવિદ્યામાં, સૂત્ર તથા રેશમનાં વસ્ત્રો તૈયાર કરવામાં અને સુવર્ણ તા મણિમુકતાના અલંકારો તૈયાર કરવામાં ભારતવાસીઓ કરતાં ચડી જાય તેવી નહેાતી; પરંતુ ત્યારપછી ભારતવર્ષીની કળા આગળ વધવાને બદલે એકજ સ્થાને જડવત્ પડી હતી. ખીજી તરફ્ યૂરોપે એટલી બધી ત્વરાથી ઉન્નતિ કરવા માંડી કે ભારતવર્ષ કરતાં તે ઘણું આગળ વધી ગયું ! ભારતવ તથા યૂરોપ એક કાળે સમાન સ્થિતિમાંજ હતાં; પરંતુ સતત્ આગ્રડ અને પ્રયત્નના પરિણામે ચૂરાપ ઉન્નતિના ઉચ્ચ શિખરે પહેય્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com