Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 344
________________ પડદો પડે! (ખેલ ખલાસ) ૩ર૩ તથા જાટ લોકેએ ભારતની રંગભૂમિ ઉપરથી મુસલમાનોને કહાડી મૂકયા અને ભારતની રાજશકિત પિતાના હાથમાં લીધી તે ખરી, પણ સ્વાર્થવૃત્તિનાં ઝેરી હથીઆર લઈ, યાદવકુળની માફક અંદર અંદર જ કપાઈ મરવા લાગ્યા. તેમની આત્મહત્યાઓથી તથા સાહસ અને પરાક્રમના દુરુપયોગથી ભારતવર્ષમાં અશાંતિ અને કલેશની નવીજ હળી સળગી ! ભારતની ભિન્ન ભિન્ન જાતિઓ પરસ્પરના દુરાચારો જોઈ પરસ્પરનો નાશ કરવાને તૈયાર થઈ ગઈ હિંદુઓ પિતાની શકિતને તથા સમયને અગ્ય ઉપયોગ કરે છે, એમ જોઈ તથા હિંદુઓ છેલા સેંકડે વર્ષોને કડવા અનુભવ પણ ભૂલી ગયા છે, એમ ધારી ભારતવર્ષની રાજલક્ષ્મી હિંદુઓ ઉપરની આશા તથા વિશ્વાસને ત્યજી દઈ અંગ્રેજ વ્યાપારીઓની પાસે હાજર થઈ. હિંદની રાજલક્ષ્મીની પ્રાર્થનાને સ્વીકાર કરી અંગ્રેજ વ્યાપારીઓ શાંતિના સ્વચ્છ-સુંદર પિષાકમાં હાજર થયા. આત્મદ્રોહ કરવાને તત્પર થયેલા હિંદીવાનના એક પક્ષને મદદ આપવાને તેઓ મદ્રાસ, કલકત્તા તથા મુંબઈમાંથી બહાર નીકળવા લાગ્યા, અને એક પછી એક હિંદુશકિતને તાબે કરવા લાગ્યા. મરાઠાઓ, રાજપૂત, શીખ તથા જાટ લેકેએ છેવટસુધી એકત્ર થવાનો પ્રયત્ન કર્યો નહિ. એટલું જ નહિ પણ આત્મકલેશને પણ પરિત્યાગ કર્યો નહિ. હિંદુઓની આ સ્વાર્થોધતાનું, આત્મદ્રહનું, વિવેકહીનતાનું તથા નિર્બળતાનું પરિણામ જે આવવું જોઈએ તેજ આવ્યું. થોડી સંખ્યાવાળા છતાં કુશળ અંગ્રેજ વ્યાપારીઓએ અનંત સંખ્યા તથા અપાર બળવાળા છતાં સંપ અને કુશળતાવિનાના હિંદુઓના હાથમાંથી તેમના જ ધનબળ અને બાહુબળવડે ભારતવર્ષને પિતાના સ્વાધીનમાં લીધે અને પ્રબળ પ્રતાપી મરાઠાઓ તથા રાજપૂત, શીખો તથા જટલેકેનાં પરાક્રમો માત્ર દશ્ય કાવ્યરૂપે જ રહી ગયાં ! સહદય અંગ્રેજ પ્રજાએ ભારતને પુનઃ ઉન્નતિના માર્ગે લઈ જવાને આ. રંભ કર્યો. ભારતની ભિન્ન ભિન્ન જાતિઓએ આત્મકલહનો પરિત્યાગ કર્યો. અંગ્રેજના શાંતિમય રાજ્યમાં અનેક જંગલી પ્રજાએ સુધારાના માર્ગમાં ગતિ કરવા લાગી વિદેશી લૂંટારાઓના હલાઓ શાંત થયા. હજારો કેસે જેટલી જમીન કે જે અત્યારપર્યત ખેડાયા વગર પડી રહી હતી, તેમાંથી પાક લેવાય તેવા પ્રયત્નો થવા લાગ્યા. ગળી અને હાની ઉત્પત્તિવડે દેશની સંપત્તિમાં ઉમેરો થવા લાગ્યો. કલકત્તા, મુંબઈ તથા મદ્રાસ જેવી મહાનગરીઓએ માથાં ઉંચાં કર્યા. અનેક વહાણો તથા સ્ટીમરનાં બાંધકામો થવા લાગ્યાં. અનેકાનેક ખાણોની નવી નવી શોધ થઈ. કળા-કારખાનાઓથી દેશ ઉભરાઈ જવા લાગ્યો. તેના જાન-માલનું સંપૂર્ણ રક્ષણ થવા લાગ્યું. કોઈને કોઈ પણ પ્રકારને ત્રાસ રહ્યો નહિ. પ્રત્યેક નગરમાં દવાખાનાંઓ, ન્યાયની અદાલતે તથા વિદ્યાલયની સ્થાપના થવા લાગી. કાયદાકાનને તૈયાર થયા. દેશી સાહિત્યમાં નવું જીવન વહેવા લાગ્યું. છાપખાનાઓને તથા Shree Suuharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366