________________
સરક
સમ્રાટ અમર
આવે છે. મારી ખાસ માન્યતા તા એવા પ્રકારની છે કે આવતી કાલેજ આપણે મરી જવાનુ છે, એમ ધારી જેટલું બની શકે તેટલું જ્ઞાન તથા ધન આજે તે આજેજ ઉપાર્જન કરી લેવું જોઈએ. પ્રાપ્ત કરેલા જ્ઞાનના જો સદુપયેાગ ન થાય તા તે નાનની શું કિંમત છે ? એવા આચારહીન જ્ઞાન કરતાં તે મૂર્ખતા એજ શ્રેષ્ઠ છે.”
,,
""
એમ જણાવવામાં આવે છે કે સમ્રાટ અકક્ષર નિત્ય પ્રાતઃકાળે વહેલા ઉઠી ગંભીર વિચાર કરવા એકાંતમાં બેસતા. ક્રાઇ પૂછશે કે તે નિત્ય શું વિચાર કરતા હશે ? તેા તેના ઉત્તરમાં અમારે જણાવવુ જોઇએ કે તે નિત્ય પેાતાના જીવનક વ્યવિષેજ વિચાર કરતા હતા; અર્થાત્ “ મારે મારા પૂર્વજ મુસલમાન બાદશાહેાની નીતિને અનુસરવું કે ભારતવર્ષમાં છેક નૂતન નીતિના પ્રચાર કરી, હિંદુ-મુસલમાનેાને સંમિલિત કરવા ? જ્યાંસુધી હિંદુ-મુસલમાનામાં પ્રુષ્ણ— વિદ્વેષને અગ્નિ પ્રજવલ્યા કરશે ત્યાંસુધી કાઇ પણ કામ પાતાનુ સ્થાયી કલ્યાણુ સાધી શકશે નહિ; એટલુ જ નહિ પણ ભારતવર્ષી જેવા જોઇએ તેવા શક્તિશાળી થઈ શકશે નહિ. આવા પ્રકારના નિત્ય સકા કરવાથી અંતે સમ્રાટ અક્બરે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “હું મારા સામ્રાજ્યને ગમે તે ભેગે હિંદુ-મુસલમાનાના સંમિલિત સામ્રાજપરૂપે પરિણુત કર્યા વગર રહીશ નહિ... ” એ પ્રતિજ્ઞાનુ પાલન કરવા અર્થે જ તેણે સ`પ્રથમ અનેક ગુણગણાલંકૃત રાજા ટાડરમલની ઉચ્ચ રાજવિભાગમાં નિમણુક કરી હતી. આ નિમણુકસબંધી સમાચાર ફેલાતની સાથેજ મુસલમાન અમાત્યામાં મોટા ખળભળાટ થયા હતા. તેમણે એ નિમણુક સામે વિરોધ અને વાંધા દર્શાવવામાં લેશમાત્ર સદાચ કર્યાં નહાતા. મુસલમાન મુખ્ય અમાત્યે એકત્ર થઇ સમ્રાટ અક્ષર પાસે હાજર થયા હતા અને એક મુસલમાનસામ્રાજ્યમાં હિંદુ રાજાને શામાટે નિમવા તેનું કારણુ માગ્યું હતું. સમ્રાટે તેમને મધુરભાવે ઉત્તર આપી સંતુષ્ટ કર્યાં હતા. દિવસે દિવસે સમ્રાટ હિંદુને તેમની શક્તિ અને ગુણુ પ્રમાણે ઉચ્ચ રાજકાર્યમાં નિયુક્ત કરવા લાગ્યા. આથી અનેક મુસલમાનાએ હિંદુની આજ્ઞામાં રહેવુ. શરમભર્યું” માની રાજીનામાં આપ્યાં તથા પ્રજામાં પણ એ સંબધી ઉશ્કેરણી ફેલાવવા લાગ્યા; છતાં સમ્રાટ ગભરાયા નહિ. ભારતના હિતાયૈ' જે અખંડ વ્ય કરવાના તેણે નિયાઁ હતા તેમાં સાચ કર્યા નહિ. હિંદુને સમ્રાટ અકબરે બહુજ વિશાળ તથા સમૃદ્ધિશાળા પ્રદેશના શાસનકર્તાતરીકેનું અતિ ગારવપૂર્ણ પદ આપ્યું હતું. હિંદુમાને સમ્રાટે એક મહાન માગલસન્યના મુખ્ય સેનાધિપતિ તરીકે નિમી દીધા હતા. ખરેખર તે હિંદુને અંતઃકરણપૂર્વક ચાહતા હતા, તેમના ઉપર વિશ્વાસ રાખતા હતા અને એટલાજ માટે સપ્રધાન મિત્ર, સ પ્રધાન સેનાધિપતિ તથા સપ્રધાન રાજરાણીની ચૂંટણી પણ તેણે હિંદુસમાજ
Shree Sunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com