________________
૨૮૮
સમ્રાટ અકબર
શકિત ઉપરજ પ્રજાકીય કલ્યાણને મુખ્ય આધાર છે, એ વાત તમારે સર્વદા
મરણમાં રાખવી ઘટે છે. બાળલગ્નના ગેરફાયદા વર્ણવવામાં આવે છે, તે અંગ્રેજી શિક્ષણનું એક વિકૃત પરિણામ છે, એમ કેઈએ માની લેવું જોઈતું નથી. નિરક્ષર સમ્રાટ અકબર પણ બાળલગ્નથી થતી હાનિઓને એક વાર સ્વીકાર કરી ચૂક હતે. હિંદુઓમાં એક એવું શાસ્ત્ર-વાય પ્રચલિત છે કે “ પુજ્ઞાથે બિયત્તે માથ, ” અર્થાત પુત્રપ્રાપ્તિ માટે જ મનુષ્ય વિવાહ કરવો જોઈએ. સમ્રાટ અકબર પણ એજ પ્રમાણે કહેતા કે “પુત્રોત્પત્તિ કરવી એ વિવાહને મુખ્ય ઉદેશ છે; અને પુત્રની આરોગ્યતા ઉપર પ્રજાકીય કલ્યાણને આધાર છે, એટલા માટે પુત્રો બળવાન અને શકિતવાન બને તેવા પ્રત્યેક પ્રયત્ન આપણે કરવા જોઈએ. બાળલગ્નના પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય છે તે બહુ જ નિર્બળ અને કમતાકાત હોય છે, એટલું જ નહિ પણ એ નિર્બળતા ધીમે ધીમે વધતી જ જાય છે. બાળલગ્નની ખરાબીઓ વિવાહિત થએલા પુત્ર-પુત્રીના દેખાવ ઉપરથીજ જણાઈ આવે છે.” એટલા માટે સમ્રાટે એવો હુકમ બહાર પાડે હતું કે, “જ્યાં સુધી બાળક સોળ વર્ષને અને બાલિકા ચાદ વર્ષની ન થાય ત્યાંસુધી માબાપોએ પિતાનાં સંતાનોને વિવાહ કરે નહિ.”
પ્રજામાં બાળલગ્નને ચેપી રોગ ફેલાવા ન પામે તે માટે વિવાહ પહેલાં માબાપોએ પિતાના પુત્ર તથા પુત્રીને શહેરના કોટવાળ પાસે લઈ જવાની અને ઉંમરને નિર્ણય કરાવવાની સમ્રાટે ફરજ પાડી હતી. કેટવાળ બાલક-બાલિકાએની ઉંમરને નિર્ણય કરે અને જે કાયદામાં બધેિલી હદ કરતાં ઓછી ઉંમરનાં પાત્રો તેને જણાય તે તેમનાં નામે પત્રકમાં લખી લે અને યોગ્ય ઉંમર થયે લગ્ન કરવાની સંમતિ આપતે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે સમ્રાટે બાળલગ્ન અટકાવવા માટે પિતાથી બની શકત પ્રત્યેક પ્રયત્ન કર્યો હતે. આજથી ત્રણસેં વર્ષ ઉપર જે સમયે ભારતવષય પ્રજા સુખ-સ્વાધીનતામાં દિવસો વિતાવતી હતી. તે સમયે પણ બાળલગ્નને કુરિવાજ અટકાવવાને જે આટલે પ્રબળ પ્રયત્ન કરવો પડ્યો હતો, તે પછી વર્તમાનકાળે કે જે સમયે એ કુરિવાજ હજારગણે પ્રબળ બનવા પામ્યો છે, તે સમયે આપણે ભારતવાસીએએ શું કરવું જોઈએ, તેને કાંઈ ખ્યાલ તમે કરી શકશે ? વર્તમાનકાળની આપણી શોચનીય સ્થિતિને વિચાર કરવાથી અમને લાગે છે કે જ્યાં સુધી આ ભારતમાતાના સેંકડો અને હજાર પુત્રો દૂર દૂરના દેશમાં હુન્નર-ઉદ્યોગ અર્થે નહિ ઉતરી પડે ત્યાં સુધી ભારતવર્ષને ઉદ્ધાર થવું શક્ય નથી. સ્ત્રી-પુત્રના પ્રેમરૂપી પિંજરમાં જે હિંદુ-યુવકના સુકોમળ હૃદયને બાલ્યાવસ્થામાંથી જ ગેધી રાખવામાં આવે તે દેશ-વિદેશમાં પ્રવાસ કરવાનું અને એ રીતે ભારતમાતાનું GH દારિદ્રય દૂર કરવાનું સાહસ જોઈએ તેટલું થઈ શકે નહિ. બાળલગ્નના પંજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com