________________
૧૬૦
સમ્રાટ અક્બર
સ્થળે મે' દેશેાહારાર્થે તપસ્યા કરી છે તે સ્થળે મારા પુત્ર સમય જતાં પ્રાસાદ ચણાવ્યા વિના રહેશે નહિ. મારાજ તનુજો ધીમે ધીમે વિલાસિતાના ભાગ થઈ પડશે. મારાજ તનુજ સમય જતાં કેવળ સુખ અને વિશ્રામના દાસ બની જશે અને તમે પણ સધળા એજ માગે ગતિ કરશે ! ખરેખર મેવાડના ઉદ્ધાર હવે અસ’વિતજ છે. ” તેજ સમયે મહારાણાના પુત્રે તથા સભાગત સ્વજને એ સજળનયને પ્રતિજ્ઞા કરી કેઃ “જ્યાંસુધી મેવાડ સંપૂર્ણ સ્વાધીન નહિ થાય ત્યાંસુધી પ્રાસાદ કે મેાજશાખ થવા પામશે નિહ. ” અનંતર મહારાણાના મહાપ્રાણ નશ્વર દેહને પરિત્યાગ કરી, સ્વધામે પ્રભુના ચરણકમળમાં પહેચ્યા. હિંદુકુળરવિ મહારાણા ભારતવર્ષમાં પોતાની પાછળ અંધકારમયી રજનીને • મૂકી પોતે સદાને માટે અસ્તમિત થયા ! પુનઃ શું સૂર્યોદય નહિ થાય ? ધ કારમયી રજની શું પુનઃ તિરહિત નહિ થાય ? મેવાડની અપૂર્ણ સ્વાધીનતા અપૂર્ણ`જ રહેશે ? એના ઉત્તર હવે પછીનાં પ્રકરણા આપશે.
त्रयोदश अध्याय - फत्तेपुर सीक्री, आगा अने दिल्ही
“જીસસે કહ્યુ` છે કે દુનિયા એ તેા પૂલ છે, તેની ઉપર થઈને ચાલ્યા જાઓ, પણ ત્યાં ઘર ન બાંધતા.”
અમર
ત્તેહપુર-સીક્રી, આગ્રા અને દિલ્હીની એક સમયની અતુલનીય શાભાનું વણું ન થઇ શકે તેમ નથી. જેમણે એકવાર પણુક્ત નગરીઓ પ્રત્યક્ષ જોઇ નથી, તેમને તેનું સાંં સમજાવવાના પ્રયત્ન કરવા તે વૃથા છે. ભારતવર્ષ ના સાંદર્યનું વર્ણનમાત્ર વાંચવાથી તેની મહત્તાનો પૂરેપૂરા ખ્યાલ આવી શકતા નથી, તેમ ઉક્ત પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીના વર્તમાન અવશેષો-મિડચૈરા જોયા વિના તેના યથાર્થ ખ્યાલ આવવા અસંભવિત છે.
સલીમ મનુદ્દીન ચીસ્તિ નામનેા એક સાધુચરિત કીર, સ્થળમાર્ગે મક્કા, એશિયામાઇનાર, સિરિયા તથા બગદાદ આદિ દૂર દેશામાં યાત્રા કરી, છેવટે ક્રૂત્તહપુર–સીક્રી પાસે એક પર્વત ઉપર એક નિર્જન ગુઢ્ઢામાં રહી ઈશ્વરાપાસનામાં જીવન ગાળતા હતા. ગુણાનુરાગી સમ્રાટ એકવાર તેનાં દર્શન કરવા ગયા. સાધુ કીર, અખરનું મિષ્ટ ભાષણ તથા નમ્ર વ્યવહાર જોઇ બહુ પ્રસન્ન થયા. તેણે કહ્યું કે: “ તમને થાડા સમયમાં એક પુત્ર પ્રાપ્ત થશે અને તે તમારા સિહાસન ઉપર બેસવાને શક્તિમાન થશે. ” સંસારીઓને માટે પુત્રપ્રાપ્તિથી અધિક સુખદાયક વિષય બીજો શું હાઇ શકે ? અત્યાર પૂર્વે સમ્રાટને એક સતાનની પ્રાપ્તિ થઇ હતી, પણ તે થોડાજ દિવસમાં મૃત્યુને અધીન થયું હતું. સાધુને ઉક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com