Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 334
________________ અસ્તાચળે ૩૧૩ ટાઢ સાહેબ કહે છે કેઃ— અમુલ ઝલના ગ્રંથના વાચનથી, આખર એક પ્રતિભાશાળી તથા સહૃદય પુરુષ હતા, એવા નિર્ણય ઉપર આવવામાં કશી પશુ શકા રહેતી નથી, આપણે તેને ક્રાંસના ચોથા હેત્રી, જની તથા સ્પેનના અધિપતિ પાંચમા ચાર્લ્સ અથવા મહા મહિમાવાળી લીટનેશ્વરી રાણી લીઝાએથ સાથે ખુશીથી સરખાવી શકીએ. અમ્મર જે સમયે ભારતવર્ષમાં રાજ્ય કરતા તે સમયે યુરોપમાં જે નરપતિ રાજ્ય કરતા, તેમની સાથે અકબરની તુલના કરવામાં આવે તા તે લેશ પણુ અંખા પડે નહિ, ,, અતિ પ્રાચીન સમયથી લઈને તે વ માન સમયપર્યંત જે જે પ્રસિદ્ધ નરા આ ભૂમ'ડળમાં અવતર્યો છે, તેમનાં જીવનચરિત્રો “ખાયાગ્રાફીકલ ટ્રેઝરી’” નામના ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. એમાં સમ્રાટ અકબરનું જીવનવૃત્તાંત પણ છે.તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે:— ન્યાય, દયા સાહસ અને વિદ્યાનુરાગ આદિસદ્ગુણાને લીધે સમ્રાટ અકબર પોતાની પાછળ એવી સત્ક્રાતિ મૂકતા ગયા છે કે, પૃથ્વીના કાઇ પશુ દેશના તથા કાઈ પણુ ધર્મના કાઇ સમ્રાટ ભાગ્યેજ તેનાથી આગળ વધી જઇ શકે. << "" સ્મિથ સાહેબ લખે છે કેઃ—અક્બર અને તેના અમાત્ય અબુલફઝલની સરખામણી જ્યારે આપણે ઈંગ્લાંડની મહારાણી પ્લીઝાબેથ તથા તે સમયના યૂરેશપીય અન્ય સમ્રાટા અને પ્રધાનાની સાથે કરીએ છીએ, ત્યારે આપણને આશ્રય થયા વગર રહેતું નથી, કે જે સમયે ક્રિશ્ચિયનધર્મની વિશુદ્ધ નીતિનુ ં સમર્થન તથા અનુકરણ ચૂરાપમાં થઇ રહ્યું હતુ, તેજ સમયે અકબરે તથા અબુલક્રુઝલે પણ તેવાજ પ્રકારની પ્રવૃત્તિ આદરી હતી ! અકબરના જીવનચરિત્રનું જેમ જેમ વિશેષ મનન કરીશું, તેમ તેમ તેની મહત્તા આપણને સવિશેષ પ્રત્યક્ષ થયા વગર રહેશે નહિ.” કવિવર વર્ડઝવર્થે લખેલી નીચેની કાવ્યપક્તિએ એકમાત્ર કમરતેજ લાગુ પડી શકે છે: “ અંધકારમય આકાશમાં તેં' જો કે ક્ષણુસ્થાયી પ્રકાશ આપ્યા હતા, છતાં સમયના અનંત આકાશમાં એક ઉજ્જવળ નક્ષત્રની માર્કે તું સ્થિર, ઉજ્જવળ અને જ્વલંતપણે પ્રકાશી રહ્યો છે. - "" ' મહાત્મા અબુલક્ઝલે યથાર્થ જ લખ્યું છે કેઃ—“ આ આશ્ચર્યકારક પૃથ્વીને સમ્રાટે નવાં નવાં આભૂષાવતી સુસજ્જિત કરી હતી. મહાન ઇશ્વરની સુંદર સૃષ્ટિમાં અમ્મર એક રત્નસમાન હતા. ” ભારતવર્ષીમાં એવા સ્વદેશપ્રેમી પુરુષો હવે કયારે ઉત્પન્ન થશે અને સત્પુત્રની રાહ જોતી બેસી રહેલી આ ભારતમાતાને પુનઃ કયારે ઉન્નતિના માર્ગે લઇ જશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366