________________
૩૦.
સમ્રાટ અકબર
એક મહાન નરપતિને ન શોભે એવું કાઈ કર્તવ્ય કદાચ અકબરે કર્યું હોય, તે તેની અમે ના પાડતા નથી; પણ એટલું તે ખાત્રીપૂર્વક કહી શકાય તેમ છે કે, એક સજજન પુરુષને ન શોભે એવું એક પણ કર્તવ્ય તેણે કર્યું નથી. ” ઉ-િ સ્તાની આ વાત બીજા શબ્દોમાં કહીએ તે સમ્રાટ અકબર, એ એક મહાન રાજ કદાચ ન હોય તે પણ તે એક સજ્જન પુરુષ હતા, એમાં તે શંકા રાખી - કાય તેમ નથી. રાડ સાહેબ ફિરિસ્તાની છેલ્લી લીટી ઉતારી લઈ. પિતે તેમાં ઉમેરે છે કે –“મેવાડના કવિએ પણ અકબરની ભારે પ્રશંસા કરી હતી અને એ રીતે ફિરિસ્તાના કથનને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું તે કવિએ કાવ્યમાં એવા પ્રકારનો ભાવ મૂક્યું હતું કે પૃથ્વીમાં પ્રતાપની સાથે સરખાવી શકાય એવો માત્ર એક જ નર છે; અને તે અન્ય કોઈ નહિ પણ અકબરજ છે.” અકબરની આથી વિશેષ પ્રશંસા શી રીતે થઈ શકે? અકબરે મેવાડ, ચિતડ અને પ્રતાપની ખુવારી કરવામાં કશી કચાશ રાખી નહતી. પ્રતાપે એવી ખુવારી કરનાર પુરુષની સામે ઉભા રહી મેવાડની-માતૃભૂમિની સર્વસ્વના ભોગે સેવા કરી હતી. પ્રતાપની વીરત્વપૂર્ણ ગાથા આજે પણ હિંદુઓ સહસ્ત્ર પ્રકારે ગાઈને પિતાની જીવાને અને હૃદયને પવિત્ર કરી રહ્યા છે. વસ્તુતઃ અકબરે અને પ્રતાપે એક જુદી જુદી દિશામાં જ પ્રયત્નો કર્યા હતા, છતાં પ્રતાપ જેવા મેવાડના સૂર્ય સરખા નરવીરની સાથે મેવાડના જ એક કવિ અકબરની સરખામણી કરે, એમાં શું અકબરની મહત્તમ સવિશેષપણે સ્પષ્ટ નથી થતી? અમે કહીએ છીએ કે મેવાડના કવિની માત્ર એક જ પંક્તિ અકબરના ચરિત્રને અતિ ઉજજવળ બનાવી શકે છે. અકબરના પરમ શત્રુને કવિ જે અકબરને પશુરૂપે માની શકે છે, તે તે કદાપિ પિતાના દેવતાની સાથે (પ્રતાપની સાથે) તેની (સમ્રાટ અકબરની) તુલના કરત નહિ વળી પ્રતાપને એક સુયોગ્ય વંશધર, મેવાડને મહારાણે રાજસિંહ લખે છે કે: “ સમ્રાટ અકબરે નીતિ અને ન્યાયને અનુસરીને સામ્રાજ્યમાં સર્વત્ર સુવ્યવસ્થા કરી હતી. તેણે સમસ્ત પ્રજાના જાન-માલનું રક્ષણ કરવામાં બહુ સારી કાળજી દર્શાવી હતી. વળી હિંદુ, ક્રિશ્ચિયન અને મુસલમાનોને પણ તેણે બની શકે તેટલી સગવડતા તથા સુખ આપ્યું હતું. તે પ્રત્યેકને સમાનભાવથી ચાહત હતા. તેની દષ્ટિમાં ધર્મ કે જાતિને ભેદ નહેરુએટલા માટે અકબરને પ્રજાવ. તેને અતિ કત હદયે “જગદગુરુ”નું ઉપનામ પણ આપતે હતે.” જે અકબર ખરેખરજ રાક્ષસ હોય તે શું પ્રજાવર્ગ તેને જગદ્ગુરુનું ઉપનામ આપે ખરે? અકબરે જે એક પણ સ્ત્રીનું સતીત્વપણું નષ્ટ કર્યું હતું તે શું મહારાણા રાજસિંહ અકબરની “ જગશુરુ”ની ઉપાધિને આ પ્રમાણે અંત:કરણપૂર્વક અનુમોદન
આપે ખરો? Shree Sતા ટીંડ સાહેબ કે જેણે અકબરની કેટલીએ નિંદા કરી છે, તેને પણ એમા તો
Shree Sudhammaswamy Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com