Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 351
________________ ૩૩૦ સમ્રાટ અકબર - અતિશય વધી ગયેલા ભેજ હિંદુઓને સંમિલિત થતા અટકાવે છે. જ્યાં સંમિનિજ ન હોય ત્યાં સહદયતા કે સહાનુભૂતિની આશા પણ કેવી રીતે રાખી શકાય? આજે આપણે જોઈએ છીએ કે પ્રત્યેક હિંદુ પિતાને મૂળ બ્રાહ્મણ કે ક્ષત્રિયતરીકે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આમ થવાનું કારણ શું? અમે તેને એજ ઉત્તર આપીએ છીએ કે જગતમાં કોઈ પણ મનુષ્ય અન્ય મનુષ્યથી નીચ ગણાવાનું કદાપિ પસંદ કરતો નથી. એકાદ સામાજિક નિયમઠારા કોઈ એક જાતિને તમે ગમે તેટલી નીચ માની લીધી હોય અને નીરજ રાખી હોય, તો પણ છેવટે તે જતિ તમારા અપમાનને કે તિરસ્કારને બદલો લીધા વગર રહેશે નહિ. અમુકને નીચ ગણવાથી અને પિતાને મહાન માની લેવાથી ઇર્ષ્યા–ષની ભયંકર હેળા, સળગ્યા વિના રહેતી જ નથી. સમાનતાવિના સદ્દભાવ કે મિત્રતા સ્થપાતી નથી. અમે જે વખતનું વર્ણન કરવા માગીએ છીએ તે વખતે અમીરવ સાધારણ જનસમાજને મૂર્ખ તથા નિધન માની તેમને તિરસ્કાર કરતે હતા, તેમની અગવડે માટે તેમનું હાસ્ય કરવામાં આવતું હતું અને તેમની સરળતાને નિંદનીય માની લેવામાં આવતી હતી. સાધારણ જનસમાજ એ શ્રીમંત અને અમલદારોના દાસતરીકે રહેવાનેજ સરજાએલે છે એમ મનાતું હતું. આનું પરિણામ એ આવ્યું કે, જ્યારે કોઈ એક હિંદુ અમીરના ગૃહ ઉપર અમુક લુંટારાઓ ધાડ પાડતા ત્યારે તેના સેવકે આસપાસ હાજર હોવા છતાં પેલા અમીરને સહાય આપવાને બહાર આવવાની આવશ્યકતા વિચારતા નહિ. તેઓ તે સમયે પરસ્પરમાં એમ કહેતા પણ ખરા કે –“અમુક શ્રીમંતને ખજાને કે ઘરબાર લૂંટાય એમાં આપણને વચ્ચે પડવાની શું જરૂર છે? તેની માલ- મિત સાથે આપણને સંબંધ જ શું છે? આ લૂંટારાઓ તૂટી જાય એથી આપણને કઈ પણ પ્રકારની હાનિ સહન કરવી પડે તેમ નથી; પણ જે એ લૂંટારાઓની સામે ઉભા રહીશું અને લડીશું તે એકંદરે આપણને જ ભયંકર આઘાત સહન કરવા પડશે.” આ સર્વ કારણેને લીધે સ્વદેશ ઉપર અનેક પ્રકારની આપત્તિઓ આવવા છતાં સામાન્ય હિંદુવર્ગે એકત્ર થવાની તત્પરતા દર્શાવી નહિ. વર્તમાન સમયે ટ્રાન્સવાલમાં હિંદુ રાજા કે સેનાપતિની ગેરહાજરીમાં પણ સમસ્ત હિંદુઓ અંતઃકરણપૂર્વક એકત્ર થઈ હદયના યથાર્થ આવેગને અનુસરી, જથ્થાબંધ વિભાગોમાં વહેંચાઈ જઈ પિતાની સર્વ સંપત્તિને ભેગ આપી પ્રતિપક્ષને હંફાવવાને પ્રબળ પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યારે પ્રત્યેક હિંદુ પિતાની સ્વતંત્રતા સાચવી રાખવા અંતઃકરણની પ્રેરણાથી સંગ્રામ કરવા બહાર નીકળે છે. સામાજિક નિયમની ખામીને લીધે ભારતવર્ષમાં આવે કઈ પ્રસંગ બનવા પામ્યો નથી. ભારતના લશ્કરે રણક્ષેત્રમાં પિતાનું સ્વા ભાવિક અપૂર્વ વીરત્વ દર્શાવવામાં પાછી પાની કરી નથી, પરંતુ સૈન્યને રાજા કે Shr આગેવાન મરાતે કે અદશ્ય થતું એટલે તે જ ક્ષણે સૈન્ય નાસી જતું. સેનાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366