Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ પ્રવચન: તા. ૩૦ - ૧ - ૧૯૭૮ ‘નિયમસાર ’ગાથા-૩૮, અધિકાર ત્રીજો. શુદ્ધભાવ અધિકાર. આ શુદ્ધભાવ એટલે જે પુણ્ય અને પાપના અશુદ્ધભાવ તેનાથી રહિત, તે ‘શુદ્ધભાવ ’. એ પર્યાય નથી. આ ‘શુદ્ધભાવ ’ ત્રિકાળીની વાત છે. શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે; એ અપેક્ષાએ આત્માની સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પર્યાય એ શુદ્ધ છે; પણ એ આ શુદ્ધભાવ એ આ શુદ્ધભાવ અધિકાર નથી. આ શુદ્ધભાવ અધિકાર તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવને કહે ( દર્શાવે ) છે. એ (સમ્યગ્દર્શનાદિ ) શુદ્ધભાવ, તે (તો ) પર્યાય છે; નિશ્ચયસમ્યગ્દર્શન હોં! વ્યવહાર (સમ્યગ્દર્શન ) તો અશુદ્ધ ( ભાવ ) માં ગયો. અહીંયાં તો આત્માનું જે ધ્રુવસ્વરૂપ ત્રિકાળી, એને શુદ્ધભાવ કહે છે. એના આશ્રયથી જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ ) નિર્મળપર્યાય, શુદ્ધપર્યાય, મોક્ષનો માર્ગ (પ્રગટયો ) એ ( પણ ) અહીંયાં (શુદ્ધભાવ ) નથી. અહીંયાં તો એ શુદ્ધપર્યાય પણ હૈય છે, આશ્રય કરવા લાયક નથી-એમ બતાવવું છે! આહા... હા! નિમિત્ત તો હૈય છે. નિમિત્ત તરફનો શુભાશુભભાવ, (એ ) પણ હૈય છે. ઉદયભાવ તો (અશુદ્ધમાં) ગયો. પણ અહીં તો દ્રવ્યના આશ્રયથી પર્યાયમાં જે શુદ્ધ મોક્ષનો માર્ગ-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ(રૂપ ) સમ્ય વર્શનજ્ઞાન ચારિત્રાણિમોક્ષમાર્ગ: ' –એ નિર્મળપર્યાય-ઉત્પન્ન થાય, એને પણ હેયમાં નાખે છે! (એની ઉપાદેયતાનો ) આ અધિકાર નથી. અહીંયાં તો શુદ્ધભાવ (અર્થાત્ ) ત્રિકાળીવસ્તુ, એ શુદ્ધભાવ; ( ( એનો ) આ અધિકાર છે. . ટીકાઃ- “ આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે”- છોડવા લાયક શું છે? આશ્રય કરવા લાયક શું છે? અને ઉપાદેય (એટલે ) આશ્રય કરવા લાયક કોણ છે? -એનું અહીં કથન છે. છે! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! 66 એની જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” વ્યાખ્યાઃ જીવાદિ સાત તત્ત્વ, એ કયા? (કેઃ) જીવ-પર્યાય. વ્યવહા૨ જીવ! ઉદયભાવ-પુણ્યપાપના ભાવ તો અશુદ્ધ છે, એ તો બાહ્યતત્ત્વ છે. પણ અંદરમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આનંદનો સ્વાદ ( આવ્યો ) એ જીવની પર્યાય (પણ) બાહ્યતત્ત્વ છે. એ જીવરૂપ પર્યાય, બાહ્યતત્ત્વ છે. ત્રિકાળી આત્મા જ અંતઃતત્ત્વ છે. આહા... હા ! સમજાણું કાંઈ ? ‘જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ' –અહીં જીવની પર્યાય જીવમાં લેવી. પછી (ભલે ) પર્યાય ઉદયની હો, ઉપશમની હો, ક્ષયોપશમની હો કે ક્ષાયિકની હો-એ બાહ્યતત્ત્વમાં જાય છે. આહા... હા! એ ‘જીવાદિ સાત તત્ત્વ' –સંવર, નિર્જરા અને મોક્ષ, એ પણ બાહ્યતત્ત્વમાં જાય છે. કારણ કે એ આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક તો (માત્ર) ત્રિકાળીભાવ છે. જેનાથી મોક્ષમાર્ગ ઉત્પન્ન થાય એવો ત્રિકાળીભાવ, એ એક (જ) ઉપાદેય છે. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પારિણામિક-એ પાંચ ભાવ( માં ) એક પારિણામિકભાવરૂપ ત્રિકાળીવ ( એ અંત:તત્ત્વ છે); એના સિવાય જે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એ ચાર ભાવ છે તે જીવાદિ બાહ્યતત્ત્વમાં જાય છે. આહા... હા! ઝીણી વાત છે, ભગવાન! આહા... હા! તારું રૂપ તો ભગવાન છે ... નાથ ! પરમાત્મસ્વરૂપ છે! 66 ‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતિ-મદિરાકે પાનસૌં, મતવાળા સમુદ્વૈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 320