Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ મહાનુભાવે, આ અપરિચિત ભેદ-પ્રભેદને સાંભળી આપ આશ્ચર્ય ન કરશે. બધાના અર્થો અનુક્રમે હું બતાવું છું. પ્રથમ ક્ષેત્રાય-ચઘપિ ભરતક્ષેત્રમાં ૩૨ હજાર દેશો છે, પરંતુ તેમાં કેવળ સાડીપચીસ દેશેજ આર્ય ગણાવ્યા છે; બાકીના અનાર્ય દેશ છે. આનાં નામે સૂત્રતા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચમા અધ્યયનમાં ટીકાકાર શ્રીકેટ્યાચા બતાવ્યાં છે. તે નામે વિસ્તારમયથી હું બતાવતો નથી. તે દેશમાં રહેનારા ક્ષેત્રાર્ય પદથી વ્યવહત કરાય છે. જાત્યાયેનાં છ ભેદ છે-અમ્બક, કલિન્દ, વૈદેહ, વેદંગ, હરિત, અને ચુંચુણ. ત્રીજા કુલાર્યના મુખ્યતયા છે ભેદ છે-ઉચકુલ, ભેગકુલ, રાજન્યકુલ, ઈક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવકુલ. ચોથા કર્માયના શાસ્ત્રમાં અનેક ભેદો કહ્યા છે-જેવા કે-દોસિક, સોનિક, કાર્યાસિક, લંડવૈતાલિક વિગેરે. પાંચમા શિવપાર્યનાં તંતુવાય, સોચિક, પટ્ટકાર અને દૈતિકારાદિને સમાવેશ થાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અર્ધમાગધીને જાણનાર ભાવાય કહેવાય છે. તેમાં સમષ્ટિ-વ્યષ્ટિરૂપથી અઢાર ભાષાના જે રસિક હોય તે બધા ભાષાર્ય કહેવાય. સાતમા જ્ઞાનાર્યના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનાયે– રૂપ પાંચ ભેદ છે. એ પ્રમાણે દર્શનાર્યના પણ સરાગદર્શન નાર્ય, વીતરાગદર્શનાર્ય રૂપ મુખ્ય બે ભેદે છે. હવે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી સરાગદર્શનાર્યના દશ પ્રભેદે છે. તે આ છે–નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અધિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિ. નામ નિર્દેશમાત્રથી જ શ્રોતાઓને ભાવાર્થ જ્ઞાન " થશે. અતએવ તેનું વર્ણન હું નથી કરતે. છેવટ સુચ્છામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68