________________
શિલ્પકળા સંબંધમાં શ્રેષ્ઠતા હોવાના પ્રમાણે રજુ કરે છે. જૈન રાજાઓ અને મંત્રીઓ પણ અનેક થઈ ગયા છે.
સંપ્રતિ, શ્રેણિક, કેણિક, કુમારપાળ વિગેરે તેમજ અનેક રાજ્ય વહિવટે કરનાર વસ્તુપાલ, તેજપાલ, ભામાશાહ, મુંજાલ, ચાંપાશાહ વિગેરે વિગેરે મંત્રી આજ પણ જૈન ઇતિહાસના રંગમંડપમાં અપૂર્વ ભાગ ભજવી રહ્યા છે.
અહિંસા
અહિંસા” એ જૈનધર્મને જગતને અદ્ભુત સંદેશ છે. જગના સર્વ ધર્મોમાં અહિંસા વિષે જરૂર કંઈ ને કંઈ ઉલ્લેખ છે, પણ જૈનધર્મે જે અહિંસા ધર્મ બતાવ્યો છે તે બીજા ધર્મોમાં નહિ હોય–નથી જ. ભારતીય કેટલાક કહેવાતા વિદ્વાનેને આક્ષેપ છે કે અહિંસાધર્મે ભારતવર્ષની વીરતાને નાશ કર્યો છે. લોકોમાં શૂરવીરતાને બદલે બાયલાપણું, બીકણપણું, આપ્યું છે, તે વાત સત્ય નથી. અહિંસાધર્મ પાળનારાઓએ યુદ કર્યા છે, લડાઈઓ કરી છે અને રાજ્ય ચલાવ્યા છે. અહિંસામાં જે આત્મશક્તિ, જે સંયમ, જે વિશ્વપ્રેમ છે, તે બીજા કશામાં નથી. અહિંસા સંબંધી ઉપર્યુકત આક્ષેપ તે જ લોકો કરે છે કે જેઓ જૈનદર્શનમાં પ્રતિપાદિત સાધુધર્મ અને ગ્રહસ્થધર્મને જાણવા પામ્યા નથી. આ બે ધર્મોની જુદાઈ સમજનાર એ આક્ષેપ કદી કરી શકે જ નહિ.
ભારતમૈરવ લેકમાન્ય તિલકે પિતાના વ્યાખ્યાનમાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com