________________
આ વાત એક ઉદાહરણ દ્વારા આપણે તપાસીએ–
જેમ સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિના કાળે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. બીજું કારણ સ્વભાવ છે. જે તેમાં બાળક ઉત્પન્ન કરવાને સ્વભાવ હશે તેજ ઉત્પન્ન થશે નહિં તે નહિં થાય. ત્રીજું નિયતિ (અવયંભાવ ) અર્થાત્ જે પુત્ર ઉત્પન્ન થવાને હશે તેજ થશે, નહિં તે કંઈક કારણ ઉપસ્થિત થઈ ગર્ભ નાશ પામશે. એથું પુરૂષાકાર (પુરૂષાર્થ) પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદિ ઉત્પન્ન નજ થાય. આમ ચારે કારણે હોવાની સાથે કર્મ (ભાગ્ય) માં હશે તેજ થશે.
એટલે કે પુત્ર ઉત્પન્ન થવા રૂપ કાર્યમાં ઉપયુકત પાંચે કારણે મળે છે, ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. કેવળ ભાગ્ય ઉપર આધાર રાખીને બેસી રહેવામાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તલમાં તેલ હોય છે, પણ તે ઉદ્યમ વિના નીકળતું નથી. કેવળ ઉંઘમને જ પૂલદાયક માનવામાં આવે તે ઉંદર ઉદ્યમ કરવા છતાં પણ સર્પના મુખમાં જઈ પડે છે. ઘણા મનુષ્ય દ્રવ્યપ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, કિન્તુ ફળ પામતા નથી. કેવળ ભાગ્ય (કમ) અને ઉદ્યમ બેનેજ માનવામાં આવે તે તે પણ ઠીક નથી; કારણ કે ખેતી કરનાર ઉચિત સમય સિવાચ સત્તાવાન બીજને ઉદ્યમપૂર્વક વાવે તે પણ તે પૂલીભૂત નહિ થાય, કારણ કે કાળ નથી. યદિ આ ત્રણને જ કારણ માનવામાં આવે તે પણ ઠીક નથી, કારણ કે-કેરડુ મગને વાવવામાં, કાલ, ભાગ્ય, પુરૂષાર્થ હોવા છતાં પણ સ્વભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com