________________
આ મુક્તિના ઉપાયે પણ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા બતાવ્યા છે, પરંતુ તે બધાએ ઉપાયાનું પણ જે આપણે અવલોકન કરીએ તે તેમાં પણ આખર જતાં એકજ માર્ગ ઉપર સીએ આવવું જ પડે છે. સંસારમાં જે સન્માર્ગો છે, તે હમેશાં સૌને માટે સમાગ છે અને જે બૂરી વસ્તુઓ છે, તે હમેશાં સૌને માટે બૂરી જ છે. આત્માનાં વિકાસનાં સાધનેવાસ્તવિક સાધનને કઈ ઈનકાર નજ કરી શકે. સુપ્રસિદ્ધ
મહષિ જૈનાચાર્ય ઉમાસ્વાતિ મહારાજે સંખ્યાનજ્ઞાનવારત્રાક્ષના: અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમયારિત્ર એ જ મોક્ષને માર્ગ બતાવેલ છે. વસ્તુતઃ આ માર્ગમાં કોઈને પણ બાધક જેવું રહેતું જ નથી.
ટૂંકમાં કહું તે-કોઈ પણ દેશ કે કઈ પણ વેશ, કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મ, કેઈ પણ સમ્પ્રદાય કે કોઈ પણ કુલ–ગમે ત્યાં રહેલો કે જમેલો મનુષ્ય મા મેળવી શકે છે, એમ નશાસ્ત્ર કહે છે. હા, તેનામાં સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર ઉત્પન્ન થવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે સમાઇ તમામ જીવો ઉપર સમાનભાવપિતાના આત્માની બરાબર જોવાની દૃષ્ટિ થાય અથવા સુખ કે દુખ, સારૂં કે બેટું, પ્રિય કે અપ્રિય તમામને એકજ ભાવથી જોવાની દૃષ્ટિ થાય એ કઈ પણ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે, આ વાતને જૈનશાસ્ત્રકારે આ શબ્દોમાં કથે છે –
सेयंवरो अ प्रासंवरा व बुद्धो वा अहव अन्नो वा । समभावभाविअप्पा लहेइ मुक्खं न संदेहो ॥
શ્વેતામ્બર હો વા દિગંબર, બુદ્ધ હો કિંવા અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com