________________
13323
૫૩
,
એ
સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિં. આ માટે ‘ સ્યાદ્વાદ ' ઉપયાગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાકે સંશયવાદ કહે છે, નથી માનતા. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દૃષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનુ કેવી રીતે અવલાકન કરવુ જોઇએ, એ અમને શીખવે છે. ”
આ પ્રમાણે સ્યાદ્વારૂ સંબધી ટૂંકમાં વિવેચન કર્યાં પછી હવે હું જૈનદર્શનમાં માનેલ છ દ્રવ્ય સબંધી સંક્ષેપમાં
વિવેચન કરીશ.
છ દ્રવ્ય
જૈનદર્શનમાં છ દ્રવ્યે માનવામાં આવેલ છે, જેનાં નામે આ છેઃ-૧ ધર્માસ્તિકાય, ૨ અધમાસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદ્દગલાસ્તિકાય ૫ જીવાસ્તિકાય અને ૬ કાલ: આ છએ દ્રવ્યેાની સંક્ષિપ્ત વ્યાખ્યા જોઈએ:
૧ ધર્માસ્તિકાય—સ'સારમાં આ નામને એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુદ્ગલ (જડ) ની ગતિમાં સહાયક થવું, એ આ પદાર્થનુ કાય છે. યદ્યપિ જીવ અને પુદ્ગલમાં ચાલવાનુ સામર્થ્ય છે, પરન્તુ ધર્માસ્તિકાયની સહાયતા વિના તે લીભૂત નથી થતું. જેમ માછલીમાં ચાલવાનુ સામર્થ્ય છે, પરન્તુ પાણી વિના તે નથી ચાલી શક્તી, તેમ આ પદાર્થ જીવ અને પુદ્ગલની ચલનક્રિયામાં સહાયક થાય છે, આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે:-૧ સ્કન્ધ, ર દેશ અને ૩ પ્રદેશ. એક સમૂહાત્મક પદાર્થને સ્કંધ કહેવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com