Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ નથી. ત્યારે એવા મહાન પુરૂષે જન્મે છે, તે મોક્ષમાં ગયેલા આત્માઓ નહિ; પરતુ ચાર ગતિમાં ભ્રમણ કરનાર આત્માઓ પૈકીના જ હોય છે. ' શ્રીગીતાજીને કર્મવેગ એ જૈન પરિભાષામાં પુરૂષાર્થ છે. જૈનદર્શન કર્મવાદી થવાને નહિ, પણ આત્મા કેઈની પણ સહાય વિના જીવનમુક્ત (કૈવલ્ય ) અવસ્થા મેળવવાને પુરૂષાર્થ કરવાને ફરમાવે છે. આત્મા સંપૂર્ણ-આત્મજ્ઞાનવડે (કૈવલ્યજ્ઞાને ) જગના સર્વ ભાવે જાણું અને જોઈ શકે છે અને તે પછી તે મોક્ષપદને પામે છે. મુક્ત આત્માઓને નિર્મળ આત્મતિમાંથી ફુરતો સ્વાભાવિક જે આનંદ છે તેજ આનંદ પરમાથે સુખ છે. તેવા આત્માઓને શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન પરમબ્રહ્મ વગેરે નામે શાસ્ત્રોમાં આપ્યાં છે. ઈશ્વર, ઈશ્વરના સંબંધમાં જૈનશાસ્ત્ર એક નવીન જ દિશા બતાવે છે. આ વિષયમાં જૈનદર્શન દરેક દર્શનથી લગભગ જુદું પડે છે, તે પણ તે દર્શનની ખૂબી છે. ક્ષિીણામ શ્વ: જેનાં સકલ કર્મોને ક્ષય થયો છે, એવાં આત્મા પરમાત્મા બને છે. જે જીવે આત્મસ્વરૂપના વિકાસના અભ્યાસમાં આગળ વધીને પરમાત્મા સ્થિતિએ પહોંચે છે તેજ ઈશ્વર છે આ જૈનશાસ્ત્રને સિદ્ધાન્ત છે. હા, કે પરમાત્મસ્થિતિએ પહોંચેલા સર્વ સિદ્ધો પરસ્પર એકાકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68