Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 33
________________ ગુજરાતને અહિંસાનું કેન્દ્ર બનાવવામાં પણ જેનધર્મજ મુખ્ય કારણ છે. મહાધર્મોમાં જૈનધર્મની વિશેષતા અહિંસામાં છે. આ સુખવિલાસ ને પ્રવૃત્તિની દુનિયામાં જૈનસૂત્ર ને સિદ્ધાંતે નિવૃત્તિમાર્ગ અને ત્યાગમાર્ગ તરફ દોરે તે કેમ પિષાય. એમ ઘણુઓને લાગતું હશે; પરન્તુ અંતે તેજ માર્ગ બધાને લેવાની ફરજ પડશે. - જૈન સાધુઓના આચાર દુનિયાભરમાં પ્રશંસનીય ગણાય છે. તેઓ આર્યાવર્તના પ્રાચીન સાધુ આચારને આજે પણ પાળી રહ્યા છે. જ્યારે આ વીસમી સદીમાં અનેક સાધુઓએ સાધુતા છોડીને જરૂરી સગવડે ઐશ-આરામનાં સાધને સેવવા માંડ્યાં છે. સજન! આપ સૌએ મારૂં વ્યાખ્યાન આટલે વખત સાંભળવા જે ધીરતા અને શાંતિ જાળવી રાખી છે, તે બદલ હું અંતઃકરણથી આપને ધન્યવાદ આપું છું; અને સાથે સાથે એટલે. અનુરોધ કરું છું કે સામાન્ય ધર્મોમાં કયાંય પણ ભેદ નથી. એક વિદ્વાને કહ્યું છે કે Eternal truth is one but it is refleted in the minds of the singers. દરેક તત્ત્વજ્ઞાન તુલનાત્મક દૃષ્ટિએ જોવામાં આવે અને વિચારવામાં આવે તે ઘણાખરા મતભેદે તે તુરતમાંજ મરી જવા પામે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68