________________
૧૮
તત્વજ્ઞાન. મારે નિષ્પક્ષપાત રીતે કહેવું જોઈએ કે–જૈનધર્મનું તત્વજ્ઞાન, તેની ધર્મ અને નીતિમીમાંસા, તેનું કર્તવ્યાકર્તવ્ય શાસ્ત્ર અને ચારિત્રવિવેચન ઘણું ઉચ્ચશ્રેણીનાં છે. જૈનદર્શનમાં અધ્યાત્મ, મોક્ષ, આત્મા અને પરમાત્મા, પદાર્થવિજ્ઞાન તેમજ ન્યાય વિષે સ્પષ્ટ, વ્યવસ્થિત અને બુદ્ધિગમ્ય વિવેચન જેવામાં આવે છે. જૈન તત્વજ્ઞાન એટલું ઊંડું, મહત્વનું અને તુલનાત્મક દ્રષ્ટિએ આલેખાએલું છે કે મધ્યસ્થ દષ્ટિથી વાંચનાર અને અભ્યાસ કરનારને તે સંપૂર્ણ લાગ્યા વિના કદિ ન જ રહે, એટલું જ નહિ પરતુ હૃદયમાં એક પ્રકારને અપૂર્વ આનંદ ઉત્પન્ન કરે છે.
જે જે વિદ્વાન મહાશાએ જૈનધર્મને તુલનાત્મક રીત્યા અભ્યાસ કર્યો છે, તે તેની મુક્તકંઠે પ્રશંસા કયાં વિના નથી રહ્યા.
જગત્ શી વસ્તુ છે ? તે માત્ર બે ત-જડ અને ચેતન રૂપ માલૂમ પડે છે-અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થો આ બે તત્ત્વમાં આવી જાય છે.
છે જેમાં ચૈતન્ય નથી-લાગણી નથી, તે જડ છે, અને તેથી વિપરીત ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તે જીવ છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. ચેતનાત્તક્ષો વોરા
જૈનતત્વજ્ઞાન ત્યાં સુધી આગળ વધ્યું છે કે તે પૃથ્વીને, જળને, અગ્નિને, વાયુને અને વનસ્પતિને જીવમય માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com