________________
૪૪
આવે કે જ્યારે આત્મા સર્વથા કર્માથી મુક્ત પણ થાય. આપણે અનેક કાર્યોંમાં અનુભવી શકીએ છીએ કે એક વસ્તુ એક સ્થળે વધારે, તે બીજે સ્થળે આછી હેાય છે. તે ઉપરથી એ નક્કી છે કે કાઇ સ્થળે તે વસ્તુના સર્વથા અભાવ પણ હાય. જેમ જેમ સામગ્રીની પ્રબળતા વધારે પ્રાપ્ત થતી જાય તેમ તેમ તે કાર્યમાં વધારે સફળતા મળતી રહે છે. કર્મક્ષયનાં પ્રખળ કારણા પ્રાપ્ત થયે સર્વથા પણુ કર્મક્ષય થઈ શકે.
જેમ સુવણુ અને માટીના સંબંધ અનાદિ કાળના હોય છે, પરંતુ તે માટી પ્રયત્ન કરવાથી સુવર્ણથી સર્વથા દૂર થાય છે. અને સ્વચ્છ સુવર્ણ અલગ થઈ જાય છે. આવીજ રીતે આત્મા અને કર્મના સંબંધ અનાદિકાળથી હાવા છતાં પ્રયત્ન કરવાથી તે સવથા છૂટા થઈ શકે છે અને જ્યારે કર્મ સર્વથા છૂટી જાય છે, ત્યાર પછી તે જીવના ઉપર નવાં કર્મ આવતાં નથી; કારણ કે કુસ ' જ કમને લાવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તેા રાગ-દ્વેષની ચીકાશ કમને ખેચે છે; પરન્તુ કર્યાંના અભાવમાં તે ચીકાશ રહેતી નથી.
પાંચ કારણઃ—
ઉપર બતાવેલા 'મ'ના વિવેચન ઉપરથી આપ સૌના સમજવામાં આવ્યું હશે કે જીવના અને કર્મના અનાિ સંબંધ હાવા છતાં પણ પુરૂષાર્થથી એ કર્માંના ક્ષય થઇ શકે છે, સર્વથા ક્ષય કરી શકાય છે. કેટલાક મહાનુભાવે એવુ સમજવામાં ભૂલ કરે છે કે જૈનધર્મમાં કેવળ કર્માંની જ પ્રધાનતા છે, કમ ઉપરજ વિશ્વાસ રાખીને બેસે છે.
66
,,
પરન્તુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com