________________
વિચાર ઉત્પન્ન થાય કે “આ દેરડી છે કે સર્ષ?” અથવા દૂરથી લાકડાના ડુંઠા જેવું કંઇ દેખી વિચાર થાય કે, “આ માણસ છે કે લાકડું.” આનું નામ સંશય છે. આમાં સપે કે દેરડી, કિવા માણસ કે લાકડું કંઈ પણ નિર્ણય કરવામાં આવ્યું નથી. આ એક સંશય છે. પરંતુ સ્વાદ્વાદમાં તેવું નથી. ત્યારે “સ્યાદ્વાદ” શી વસ્તુ છે, એ આપણે જોઈએ. સ્યાદ્વાદની સંક્ષેપમાં વ્યાખ્યા આમ થઈ શકે છે –
" एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो દિ ચાદા:
એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કર. એનું નામ સ્યાદ્વાદ છે.
સંસારના તમામ પદાર્થોમાં અનેક ધર્મો રહેલા છે. જો સાપેક્ષ રીતિથી આ ધર્મોનું અવલોકન કરવામાં આવે તે તેમાં તે ધર્મોની સત્યતા જરૂર જણાશે. એક વ્યાવહારિક દૃષ્ટાન્તજ લઈએ.
એક માણસ છે. તેનામાં અનેક ધર્મો રહેલા છે. તે પિતા છે, તે પુત્ર છે, તે કાકે છે, તે ભત્રીજે છે, તે માને છે, અને તે ભાણેજ પણ છે. આ બધાએ ધર્મો પરસ્પર વિરૂદ્ધ છે, છતાં તે એક જ વ્યક્તિમાં રહેલા છે; પરંતુ તે વિરૂદ્ધ ધર્મે આપણે અપેક્ષા પૂર્વક જોઈએ તેજ સિદ્ધ થાય છે. મતલબ કે–તે પિતા છે, તેના પુત્રની અપેક્ષાએ; તે પુત્ર છે, તેના પિતાની અપેક્ષાએ; તે ભત્રીજે છે, તેના કાકાની અપેક્ષાએ; તે માને છે, તેના ભાણેજની અપેક્ષાએ અને તે ભાણેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com