________________
માત્ર જૈને જ ઈશ્વરને જગકર્તા માનતા નથી એમ નથી, પણ વૈદિક મતવાળાઓમાંના ઘણાએ ઈશ્વરને જગત્યતા માનતા નથી. જુઓ વાચસ્પતિ મિશ્ર રચિત સાંખ્યતત્વકે મુદી ૫૭ કારિકા.
સ્યાદ્વાદ.
પ્રમાણપૂર્વક જૈનશાસ્ત્રોમાં એક સિદ્ધાન્ત એ સાબીત કરવામાં આવ્યું છે કે જેના સંબંધમાં વિદ્વાનેને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. એ સિદ્ધાન્ત છે સ્યાદ્વાદ. वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्यादवादः । એક વસ્તુમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ જુદા જુદા ધર્મને સ્વીકાર કરે એનું નામ સ્યાદ્વાદ છે. જ્યારે મનુષ્ય કાંઈ બોલે છે, ત્યારે તેમાં તેના સિવાય બીજા વિષય સંબધિ સત્ય અવશ્ય રહે છે. જેમકે “તે મારા ભાઈ છે, આમ જ્યારે હું બેલું છું ત્યારે તે મારા ભાઈ છે, છતાં તે કેઈને પુત્ર પણ છે, કેઈન કાકે પણ છે, કેઈને મા પણ છે. પ્રત્યેક વસ્તુને અપેક્ષાથી નિત્યાનિત્ય રૂપે માનવી એટલે સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને સ્થાયી સ્વભાવવાળા છે તેમ કરે છે. વસ્તુ માત્રમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. મતલબ કે એકજ વસ્તુમાં સાપેક્ષથી અનેક ધર્મોની વિદ્યમાનતા સ્વીકારવી તેનું નામ સ્યાદ્વાદ છે. જરા વિશાળ દૃષ્ટિથી દર્શન શાસ્ત્રો જેનાર સારી પેઠે સમજી શકે છે કે-દરેક દર્શનકારને એક અથવા બીજી રીતે સ્યાદ્વાદ સ્વીકારજ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com