________________
૧૪
વીરસ્વામીને તેના સ્થાપક માનતા હતા, અને કેટલાક જૈનધર્મને નાસ્તિકધર્મ પણ કહેતા હતા. આજે પણ આવુ કહેનારા સર્વથા નથી, તેમ તા નહિં જ, પરન્તુ અભ્યાસ અને શોધખેાળના પિરણામે એ તે ચાક્કસ જણાઇ આવ્યું છે કે બુદ્ધધર્મની પહેલાં જૈનધર્મના પ્રચાર હતા, અને મહાવીરસ્વામી તેા તેના પ્રચારક તરીકે થઇ ગયા છે.
પાશ્ચાત્ય વિદ્વાનોની દૃષ્ટિ પહેલવહેલી બ્રાહ્મણધર્મ અને બુદ્ધધર્મ તરફ પડી, અને તેથી તેના અભ્યાસમાં તે જૈનધર્મના અભ્યાસને ભૂલી ગયા. આ ઉપરાંત મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા, તેમજ બન્નેના જીવનમાં તેમજ ઉપદેશમાં કાંઇક સામ્ય હતું. તેથી બુદ્ધધર્મ ને જૈનધમ અને એકજ માની લેવાની ભૂલ કેટલાકાએ કરી હતી, પરંતુ જેમ જેમ અભ્યાસ ને શોધખોળ વધ્યાં, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંતા અને ઇતિહાસ કઇક ઔરજ પ્રકારના અને મહત્ત્વના જણાયા. પરિણામે આજે ડૉ. જેકેાખી, ડૉ. પેટેૉલ્ડ, ડા. સ્ટીનકાના, ડૉ. હેલ માઉથ, ડા. હૅર્ટલ અને બીજા અનેક વિદ્વાને જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યના અભ્યાસ અને પ્રકાશ ચૂરાપાદિ દેશામાં કરી રહ્યા છે.
જૈનધર્મ સબંધી અજૈન વિદ્વાનામાં એટલી અજ્ઞાનતા હાવાનુ અને તજન્ય આક્ષેપે થવાનુ કારણ માત્ર એજ જણાઈ આવે છે કે તેમનામાં મૂળ અભ્યાસ અને સશેધનની ખામી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com