________________
પૂજિત અને યથાસ્થિત સત્ય અર્થને કહેનાર તેજ દેવ અહેન કે પરમેશ્વર છે.
આવી જ રીતે હરિભદ્રસૂરિએ મહાદેવ અષ્ટકમાં પણ કહ્યું છે. “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा। न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुध्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ થો વીતરાગ: સર્વ : શતગુણેશ્વર: | क्लिष्टकर्मकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वदेहिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते” ॥ ઉપર્યુક્ત લક્ષણોથી સ્પષ્ટ માલુમ પડે છે કે જેઓ રાગ, દ્વેષ, મોહથી રહિત છે, ત્રિલોકમાં જેમને મહિમા પ્રસિદ્ધ છે, જેઓ વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલીક છે, તમામ પ્રકારના કર્મોથી રહિત છે, સર્વથા કલારહિત છે, સર્વ દેવના પૂજ્ય છે, સર્વ શરીરધારિયાના ધ્યેય છે, અને જે સમસ્ત નીતિને માર્ગ બતાવનાર છે, તે જ મહાદેવ-ઈશ્વર છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરને નીતિના ભ્રષ્ટા તે અપે. ક્ષાએ કહેવામાં આવેલ છે કે જ્યારે તેઓ શરીરધારી અવસ્થામાં જગના કલ્યાણને માર્ગ બતાવી રહ્યા હતા. શરીર છૂટયા પછી–મુકિતમાં ગયા પછી–તેમનામાં કઈ પણ જાતનું કર્તવ્ય રહેતું નથી, એ વાત હમણજ કહેવાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com