________________
સીએ કરેલાં કર્મોનું ફળ છે. જી જેવા જેવા પ્રકારનાં કર્મો કરીને જન્મે છે, તેવા તેવા પ્રકારનાં ફલેની પ્રાપ્તિ તેમને થાય છે.
એ ઉપરજ કહેવામાં આવ્યું છે કે “કર્મ” એ જડ પદાર્થ–પીગલિક પદાર્થ છે, છતાં તેની શક્તિ કંઈકમ નથી. કમ જડ હેવા છતાં તે આત્માને–ચૈતન્યને પિતાના તરફ ખેંચે છે અને જેવા પ્રકારનું તે કર્મ હોય છે, તેવી ગતિ કે સુખ-દુખ તરફ તેને લઈ જાય છે.
આત્મા પુરૂષાર્થ કરી કરીને–પિતાની અનંત શક્તિને ફેરવીફેરવીને જ્યારે આ કર્મોને સર્વથા નાશ કરશે, ત્યારે તે પિતાના અસલી સ્વરૂપને પ્રાપ્ત કરશે-ઈશ્વરત્વ પ્રાપ્ત કરશે.
અહિં એ શંકાને અવકાશ છે કે અનાદિકાળથી જીવ અને કર્મ એક સાથે રહેલાં છે, તે પછી તે કર્મો સર્વથા છૂટાં કેમ થઈ શકે? તે કમેને સર્વથા અભાવ કેમ સંભવી શકે ?
આ શંકાનું સમાધાન વિચારણીય છે. આત્માની સાથે કર્મને સંબંધ અનાદિ કહેવામાં આવે છે, તે ખરૂં છે, પરતુ એને અર્થ એ છે કે અનાદિકાળથી આત્માને નવાં નવાં કર્મો વળગતાં રહે છે અને જૂનાં જૂનાં ખરતાં રહે છે. અર્થાત્ કઈ પણ એક કર્મ આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, પરંતુ જુદા જુદા સમયે જુદાં જુદાં કર્મોને પ્રવાહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. અને જ્યારે એ નક્કી છે કે જૂનાં કર્મો ખરતાં રહે છે અને નવા વળગતાં રહે છે, ત્યારે એ સમજવું લગારે કઠિન નથી કે કોઈ સમય એવો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com