________________
સજજને, એવું નથી. જૈન સિદ્ધાંતમાં જેમ કર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમ પુરૂષાર્થનું પણ છે. કર્મોને હઠાવવાના–દૂર કરવાના અનેક ઉપાયો જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમદિ–બતાવવામાં આવેલ છે. જે એકલા કર્મ ઉપરજ ભરૂસે રાખીને બેસી રહેવાનું જણાવ્યું હતું, તે આજ જૈનેમાં ઉગ્ર તપસ્યા, અદ્વિતીય ત્યાગ-વૈરાગ્ય, મહાકષ્ટસાધ્ય સંયમ આદિ દેખવામાં આવે છે, તે દેખવામાં આવતે જ નહિ. અત એવ સ્મરણમાં રાખવું જોઈએ કે જેનધર્મ માં કેવલ કર્મનું પ્રાધાન્ય નથી, પરંતુ કર્મની સાથે પુરૂષાર્થને પણ તેટલી જ હદ ઉપર માનવામાં આવેલ છે. હા, “પ્રાણી જેવા જેવા પ્રકારનાં કર્મ કરે છે, તેવા તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.” એ વાતની ઉદ્ઘેષણા જરૂર કરવામાં આવી છે; પરન્તુ મારા ધારવા પ્રમાણે આ વાતમાં તે કઈ દર્શનકાર અસમ્મત નહિ જ થાય.
હવે હું ઉપર કહી ગમે તેમ કર્મ અને પુરૂષાર્થનું જૈનદર્શનમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ખરું છે, પરન્તુ તેથી આગળ વધીને કહું તો જૈનદર્શનમાં કઈ પણ કાર્યની ઉત્પત્તિમાં કર્મ અને પુરૂષાર્થ-બેજ નહિં, બકે પાંચ કારણે માનવામાં આવ્યાં છે. તે પાંચ કારણે આ છે – - ૧ કાલ, ૨ સ્વભાવ, નિયતિ, ૪ પુરૂષાકાર અને ૫ કર્મ આ પાંચે કારણે એકબીજાની સાથે એટલાં બધાં ઓતપ્રોત-સંયુકત થઈ ગયેલાં છે કે એમાંના એક પણ કારણના અભાવમાં કઈ પણ કાર્ય થઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com