Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 26
________________ છે એક સમાન ગુણ અને શક્તિવાળા હોવાથી સમષ્ટિરૂપે તેઓને “ એક ” શબ્દથી વ્યવહાર થઈ શકે છે. જૈનધર્મને એક અન્ય સિદ્ધાન્ત પણ વિચારશીલ વિદ્વાનેનું વધારે ધ્યાન ખેંચે છે. તે એ કે ઈશ્વર જગતુને કત નથી. વીતરાગ ઈશ્વર ન તે કેઈના ઉપર પ્રસન્ન થાય છે, ન કેઈના ઉપર નાખુશ થાય છે, કારણ કે તેનામાં રાગ-દ્વેષને સર્વથા અભાવ છે. સંસાર ચકથી નિલેપ પરમકૃતાર્થ ઈશ્વરને જગકર્તા થવાનું શું કારણ ? દરેક પ્રાણીનાં સુખદુઃખે તેની કર્મસત્તા ઉપર આધાર રાખે છે. સામાન્ય બુદ્ધિથી જ્યારે દુનિયા ઉપરની બધી વસ્તુઓ કેઈના બનાવ્યા વિના ઉત્પન્ન નથી થતી; ત્યારે જગત્ પણ કોઈએ બનાવ્યું હશે એમ કહેવાય છે. એમ તે ખ્યાલ માત્ર છે, કારણ કે સર્વથા રાગ, દ્વષ , ઈરછા આદિથી રહિત પરમાત્મા–ઈશ્વરને જગત બનાવવાનું કંઈજ કારણ જોવાતું નથી અને તેવા ઈશ્વરને જગન્ના કર્તા માનવામાં અનેક દેષાપ આવી શકે છે. હા, એક રીતે ઈશ્વર જગતકર્તા બતાવી શકાય – परमैश्वर्ययुक्तत्वाद् मत प्रात्मैव वेश्वरः । स च कर्तेति निर्दोषः कर्तृवादी व्यवस्थित : ॥ –શ્રીહરિભદ્રસૂરિ ભાવાર્થ-પરઐશ્વર્ય યુક્ત હોવાથી આત્મા એજ ઈશ્વર મનાય છે અને તેને કર્તા કહેવામાં દોષ નથી, કેમકે આત્મામાં કર્તવાદ (કર્તાપણું ) રહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68