Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 60
________________ ૬ કાળ–છડું દ્રવ્ય છે કાલ. આ કાલ પદાથે કલ્પિત છે. ઔપચારિક દ્રવ્ય છે. અતદુભાવમાં તાવનું જ્ઞાન એ ઉપચાર કહેવાય છે. મુહૂ, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા કાલના વિભાગો પાડવામાં આવ્યા છે, તે અસબૂત ક્ષણોને બુદ્ધિમાં ઉપસ્થિત કરી કરેલા છે. ગયે સમય નષ્ટ થયો અને ભવિષ્યને સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ એજ સદ્ભુત કાલ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ અને તેથી “કાળ” ની સાથે “અસ્તિકાય ’ને ગ કરવામાં આવતું નથી. - જૈનશામાં કાલના મુખ્ય બે વિભાગ કરવામાં આવ્યા છે. ૧ ઉત્સાપેણ અને ર અવસર્પિણ. જે સમયમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ ચારેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે, તે ઉત્સર્પિણી કાળ છે, અને એ ચારે પદાર્થોને ક્રમશઃ હાસ થાય તે અવસર્પિણી કાળ છે. ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં પણ પ્રત્યેકના છ-છ વિભાગ છે. જેને આરા કહેવામાં આવે છે. અર્થાત્ એક કાલચકમાં ઉત્સર્પિણના ૧૨-૩-૪-૫-૬ એમ કમથી આરા આવે છે, જ્યારે અવસર્પિણમાં તેથી ઉલટા એટલે ૬-૫-૪-૩-૨–૧ એમ આવે છે. આ બન્ને કાળમાં ચોવીશ વીશ તીર્થંકરો થાય છે. ઉપર પ્રમાણેના છ પ્રકારના દ્રવ્યની વ્યાખ્યાને દ્રવ્યાનુગ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રોમાં ચાર અનુગ બતાવવામાં આવ્યા છે. ૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુયોગ, ૩ ચરણકરણનુગ, ૪ કથાનુયોગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68