Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ગણિત સંબંધી ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેકપ્રકાશાદિષ્ય એટલા અપૂર્વ છે કે તેમાં સૂર્ય, ચંદ્ર, તારામંડળ, અસંખ્ય દ્વીપ, સમુદ્રો, સ્વર્ગલેક, નારકી વગેરેની પુષ્કળ હકીકત મળી આવે છે. હીરસૌભાગ્ય, વિપ્રશસ્તિ, ધર્મશર્માસ્યુદય, હમ્મીર મહાકાવ્ય, પાર્ધાન્યુદય કાવ્ય, યશસ્તિલક ચંપૂ વગેરે કાવ્ય, સન્મતિ- તર્ક, સ્યાદ્વાદરત્નાકર, અનેકાન્તજયપતાકા વગેરે ન્યાયગ્રંથે, ગબિન્દુ, ગદૃષ્ટિસમુચ્ચય વગેરે રોગ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ વગેરે આધ્યાત્મિક ગ્રંથ, સિદ્ધહેમચંદ્ર વિગેરે વ્યાકરણ આજ પણ સુપ્રસિદ્ધ છે. પ્રાકૃતસાહિત્યનું ઉંચામાં ઉંચું સાહિત્ય જૈનસાહિત્યમાંજ છે જૈનન્યાય, જૈન તત્વજ્ઞાન, જૈનનીતિ અને અન્યાન્ય વિષયેના ગદ્ય-પદ્યના અનેક ઉત્તમોત્તમ ગ્રંથ જૈનસાહિત્યમાં ભર્યા પડ્યા છે. વ્યાકરણ અને કથા સાહિત્ય તે જૈન સાહિત્યમાં અદ્વિતીય છે. જૈનારતો, સ્તુતિઓ, જુની ગુજરાતી ભાષાના રાસાએ વગેરે અનેક દિશામાં જૈનસાહિત્ય ફેલાએલું છે. જૈનસાહિત્ય માટે છે. જોહન્સ હર્ટલ લખે છે કે –They (Jains) are the creators of very extensive popular literature. અર્થાતુ-જૈને, ઘણું વિશાળ લેકચ્ય સાહિત્યના સરજનહાર છે. પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને તામીલ ભાષામાં પણ જૈનસાહિત્ય પુષ્કળ લખાએલું છે. શ્રીમદ્ સિદ્ધસેનદિવાકર, શ્રીમદ્ હરિભદ્રસૂરિ, શ્રીમદુ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી, ઉપાધ્યાય વિનયવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68