________________
આજે સ્પષ્ટ દેખાય છે કે આપણા સંઘની જે અવિચ્છિના શાસનમાન્ય પ્રણાલિકાઓથી ધર્મની જાહોજલાલી દેખાય છે. વ્રત-નિયમ–પચ્ચ. આદિ અનુષ્ઠાનેથી આબાલ ગોપાલ જે ધર્મની સાંસ્કારિક અસર દેખાય છે, તે દિગં. પરંપરામાં જોવા નથી મળતી.
સ્વાધ્યાય-પ્રભુપૂજામાં જાણે બધુ આવી ગયું મનાય છે, પૂજામાં પણ લોકેત્તર પદ્ધતિનો ખ્યાલ ન હૈઈ દહેરાસામાં, પ્રતિમાઓમાં કે તેમની પૂજા પદ્ધતિમાં બાળજીને કે તત્ત્વોને સ્કૂર્તિ અને વીયૅલ્લાસની જાગૃતિનું વાતાવરણ નથી અનુભવાતું.
એટલે દિગં. પરંપરામાં તથાકથિત નિશ્ચયનયના ગ્રંથની બહુલતા પરિસ્થિતિજન્ય છે, કહિતાર્થે નથી.
આ વાત તે તે ગ્રંથની રચનાની સાલવારી ક્રમથી પણ વિચારણા કરતાં દીવા જેવી સ્પષ્ટ દેખાય છે.
સૌથી પ્રાચીન ગ્રંથોમાં વ્યવહાર–નિશ્ચય બનેની સમતુલા છે. ત્યારપછી વ્યવહારનય ૭૦ થી ૭૫ ટકા અને નિશ્ચયનય ૨૫ થી ૩૦ ટકાવાળા પ્રરૂપણાના ગ્રંથ છે. પછી ધીમે ધીમે નિશ્ચયનયની પ્રરૂપણના ટકા વધવા માંડયા અને વ્યવહારનયની પ્રરૂપણાના ટકા ઘટવા માંડયા.
છેલ્લા ૨૫૦ વર્ષમાં તો નિશ્ચયનય પણ વિકૃત થયે અને વ્યવહારનય ગૌણ થઈ ગયે. હમણાં હમણાં છેલ્લા ૫૦ વર્ષમાં તે વ્યવહારનયનું ખંડન અને નિશ્ચય નયાભાસનું એકાંગી પ્રરૂપણ થવા માંડ્યું.