________________ અવતરણકારનું નમ્ર નિવેદન... વિશ્વના વિવિધ ધર્મોમાં જૈનદર્શન એના કર્મ-વિજ્ઞાનના અદ્ભુત સિદ્ધતિને કારણે આગવું સ્થાન ધરાવે છે, પરંતુ કર્મ-વિજ્ઞાનને સિદ્ધાંત એટલે અટપટે અને કઠિન છે કે તત્ત્વ કેવળ પુસ્તકવાચનથી પામી શકાતું નથી. આથી જ એ દુર્બોધ તત્ત્વને પામવાની અભિલાષાવાળાએ જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સિદ્ધાંતને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઊંડે અભ્યાસ કર્યો હોય તેમ જ આધુનિક વિજ્ઞાનના કેટલાક પાસાંઓ સાથે સમન્વય સાધીને એ તનું પ્રતિપાદન કરી શકે એવા ગુરુની પાસે જ વિનીત ભાવે આ સિદ્ધાંતનું પરિશીલન કરીને એ તત્ત્વને પામવું પડે ગાનુગ કહે કે જે કહો તે સુરતને આ લાભ અનાયાસે 5. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજે આ વર્ષના ચાતુર્માસ દરમિયાન ચોજાયેલ પ્રતિ રવિવારની “કમ તણી ગતિ ન્યારી...” નામક 16 વ્યાખ્યાનની વ્યાખ્યાનમાળા દ્વારા આપે. અને એને લાભ સમય મેળવીને જે જે જિજ્ઞાસુએ મેળવ્ય એમને મન આ એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો છે. પૂજ્ય મહારાજશ્રી જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં જ્યારે પ્રવર્તમાનકાલીન વ્યવહારજ્ઞાન, વિવિધ પ્રકારના શ્રુતજ્ઞાને અને વૈજ્ઞાનિક સિદ્ધાંત દ્વારા તેમ જ એને અનુરૂપ દ્રષ્ટાતિ દ્વારા પ્રતિપાદન કરતા ત્યારે એમની એ વ્યાખ્યાનવાણીને પ્રવાહ અખ્ખલિત રીતે વહેતે જ રહે એવું સૌને લાગતું હતું. પ. પૂ. મહારાજશ્રીએ વ્યાખ્યાન વાણી દ્વારા વહેવડાવેલી શ્રુતજ્ઞાનની ગંગાની પુનિત ધારાઓને ઝીલી લઈ અવતરણ રૂપે રજૂ કરવાની અનેરી તક મને સાંપડી એને હું મારું પરમ સૌભાગ્ય સમજું છું.' સંસારચક્ર, આત્મા, આત્માનું ભવભ્રમણ, આત્માની ઉપર પથરાયેલ ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મબંધનાં આવરણો વગેરેનું ઊંડાણથી નિલેષણ