________________
આ મલયસુન્દરી ચરિત્ર”ના લેખક મહાન યોગીરાજ પરમપૂજન બાચાર્ય દેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છે. એ મહાન યોગી પુરુષ હતા. યુગમાં પોતાને વધારે સમય વ્યતિત કરતા હતા, આ મહા પુરૂષ થાનગ, અને જયોગ વિગેરેમાં તલિન હેવા છતાં સમય કાઢીને જે પુસ્તકનું લેખન કરેલ છે. તે ખરેખર અદ્ભુત છે. એમને આ પુસ્તક દ્વારા જે સમાજ ઉપરજ નહી પણ માનવ માત્ર પર ઉપકાર કરેલ છે, તેમનાં ગ્રંથરને જેન તથા નરને દરેકને ઉપયોગિ છે. જયારે સામાન્ય માનવ પણ તેઓશ્રીજીના પુસ્તકાનું વાંચન કરે છે ત્યારે તેને સંસ્કાર સાથે જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે અને જ્યારે કેઈ સમર્થ વિદ્વાનના હાથમાં આવા ગ્રંથે આવે છે ત્યારે આમાંથી જ્ઞાન રૂપી નવનિત (માખણ) તૈયારજ મળે છે, અને એ તત્વજ્ઞાન દ્વારા આત્મદર્શન કરી શકે છે.
આવા યોગી મહાપુરૂષના પુસ્તક પરમ પૂજય આચાર્ય દેવશ્રી વિજયચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ની પાસેથી મેળવીને વાંચન કરતાં મેં અનેરો આનંદ અનુભવેલ. એક વખત નવરંગપુરામાં વિજયચંદ્ર સૂરીશ્વરજી જ્ઞાન મંદિરમાં પરમ પૂજય મુનિરાજ શ્રી હેમપ્રભાવિજયજી મ. સા. નો પરિચય થયો. તેઓશ્રી ધર્મોપદેશ આપવા સદા તત્પર અને વ્યકિતવ્યકિતને આત્માને અનુલક્ષીને માર્ગદર્શન આપતા એવા પૂજ્ય મહારાજ સાહેબ સાથે ચર્ચા વિચારણું કરતાં આવા અધ્યાત્મ પુસ્તક બાબત પુછવામાં આવ્યું તે તેઓશ્રીએ ફરમાવ્યું કે, આવા પુસ્તકે બીલકુલ અલભ્ય છે, અને કદાચ પ્રાપ્ત થાય તો છાપેલી કીંમત કરતા વધારે કિંમત આપવી પડે છે. એથી પૂજય મહારાજ સાહેબને દુઃખ થયું. એથી મહારાજ સાહેબે મને કહ્યું કે તમારે પેપર તેમજ નેટબુકને ધંધે છે, તે તેથી આવા સુન્દર પુસ્તકો છપાવવાની જવાબદારી તમને એવું છુ. પૂજય મહારાજ સાહેબની સુન્દર પ્રેરણાથી જ્ઞાનની આરાધનાને લાભ સમજીને આ કાર્ય આનંદ સાથે મેં રવીકાર્યું.