________________
મુંજને શાળાએ ચડાવ્યા પછી તેનું મુડદું કાગડા-કૂતરા ખાઈ ગયા અને હાડકાં રઝળતાં પડ્યાં. એક વાર એક વણિક લાંબા પ્રવાસેથી આવતાં એ બાજુએથી નીકળ્યો અને તેણે મુંજની પરી જોઇ. એ ખોપરી પર “શું વીતી શું વીતશે?” એવી રેષાઓ તેણે જોઇ. વણિકને વિચાર છે કે રાજા મુંજ ઉપર ઘણું વીત્યું અને છેવટે તે મૂઓ તથા તેની ખોપરી રઝળતી થઈ, છતાં હજી વીતવાનું શું બાકી રહ્યું હશે? આથી તેણે કુતૂહલની ખાતર
એ ખોપરી ઉંચકી લીધી અને પોતાના ઘરમાં એક પેટીમાં તે મૂકી. વણિક રેજ ત્રણ ચાર વાર પેટી ઉઘાડીને પરી જેતે, એવા હેતુથી કે–વળી તેના પર કાંઈ નવું વીતક વીત્યું છે? વણિકની સ્ત્રી આશ્ચર્યથી વિચારતી કે પિતાને સ્વામી પરદેશથી એવું શું કમાઈને લાવ્યા છે કે જેનાં રોજ ત્રણ-ચાર વાર દર્શન કરે છે અને મારાથી ગુપ્ત રાખે છે ? એક વાર સ્વામીને બહાર ગએલ જોઈને સ્ત્રીએ પેટી ઉઘાડી અને ખોપરી જોઈ. હાડકા જેવી અપવિત્ર વસ્તુને આ રીતે રાખી તેનાં દર્શન કરવાની સ્વામીની ટેવ ઉપર ગુસ્સે થએલી સ્ત્રીએ એ બોપરી તેમાંથી કાઢી લીધી અને ખાંડીને તેને બારીક ભૂક કર્યો. પછી તેને દૂધમાં ઉકાળીને તેની બાસુદી બનાવી પિતાના સ્વામીના ભજનસમયે તે પીરસી. વણિક સ્વાદે સ્વાદે તે ખાઈ ગયો. ખાઈ રહ્યા પછી તેણે પેટી ઉઘાડી અને જોયું તે પરી ન મળે! તેણે સ્ત્રીને તે સંબંધે પૂછયું કે “પેલી ખોપરી ક્યાં ગઈ ? ” સ્ત્રીએ જવાબ આપે કે
તમારી પાસે જ છે.” વણિક સમયે નહિ એટલે પુનઃ પૂછતાં સ્ત્રીએ પોતાના ગુસ્સાની અને પોતે બનાવેલી બાસુદીની વાત કહી તથા જણાવ્યું કે બાસુદી તમે ખાધી છે માટે ખોપરી તમારી પાસે છે એમ હું કહું છું. આ સાંભળતાં જ વણિકને સૂગ ઉત્પન્ન થઈ અને તેને જેરથી ઉલટી થતાં બાસુદી મુખવાટે બહાર નીકળી ગઈ ! ! અહો વિષયવિલાસી મુંજ ! તું શત્રુને હાથે કેદ પકડાયે, કેદમાં પુરાય ત્યાં વિલાસમાં ડૂબી બંદીને વેશે ભીખ માંગતો ઘેર ઘેર રખડ્યો, શળીએ ચડ્યો, અને તારાં હાડકાંનો ભૂકે થઈ, તે પણ વણિકના પેટમાંથી ઉછળીને બહાર નીકળી પડ્યો ! ! આથી વધારે મોટી ઈહલોકની દુર્દશા બીજી કઈ હોઈ શકે ? (૧૬)
[ હવે પછીના બે કલાકમાં ગ્રંથકાર શીલવ્રત પાળવાનો બાહ્યોપચાર દર્શાવે છે.?