________________
૪૦૫
કરવાનું પસંદ કર્યું. આ દ્રવ્ય ઊણેાદરીની સાથે એ ભાવ ઊણાદરી તપ ન કર્યું હોય તેા તેથી તપના પૂરા લાભ મળતા નથી. કહ્યું છે કે— कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः ॥
અર્થાત્—જે ઉપવાસાદિમાં કષાય, વિષય અને આહારને ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવા; તે સિવાય બીજી લાંધણુ જાણવી.
દૃષ્ટાન્ત—માથે તપના અને વિશેષે કરીને અનશનના ઉત્તમ દૃષ્ટાંત તરીકે ધન્ના અણુગારનેા તા ચૈત્ર જાણવા જેવા છે. ધન્નો કુંવર ૩૨ સ્ત્રીએ પરણ્યા હતા અને અતુલ ઋદ્ધિવાળા હતા. એકદા મહાવીર ભગવાનને ઉપદેશ સાંભળવાથી તેને ત્યાગની અભિલાષા થઇ અને અત્યંત આગ્રહથી માતા પાસેથી રજા લઇ તેણે દીક્ષા લીધી. દીક્ષા લઇને તુરત જ ધન્ના અણુમારે છ–છઅને પારણે આયંબીલ કરવા માંડત્યાં એટલે અનશન અને રસરિત્યાગ એઉ પ્રકારના તપના પ્રારંભ કર્યો. સાથે સાથે ખીજા પ્રકારના તપ પણ આદરવા માંડવા અને આઠ માસમાં તેા એટલી ધેાર તપશ્ચર્યાં કરી કે શરીરમાં એક લાહીનું બિંદુ કે માંસની પેશી રહી નહિ ! હાડકાના માળા પર વીંટેલું ચામડું માત્ર અવશિષ્ટ રહ્યું. પરન્તુ એથી ધન્ના અણુગારના મનને કશી ગ્લાનિ કે ક્લેશ થયાં નહિ અને તપશ્ચર્યાં માટેને ભાવ ઉત્તરાત્તર ચડતા ગયા. કષાયેા શમી ગયા. ચિત્ત વિશુદ્ધ થઇ ગયું. આત્મા નિર્મળ થયેા. દેહમાં રૂધિરબિંદુ નહિ હાવા છતાં તેમના મુખ પર તપનું અલૌકિક તેજ દેખાતું. દેહ અશકત થવાથી તેમણે છેવટે વિપુલગિરિપર જઇને જીવનપર્યંત–પાદાપગમન અનશન કર્યું અને એક માસના અનશનને અ ંતે તેમણે શાન્તિ–સમાધિથી કાળ કર્યાં. સર્વાંસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરેાપમની સ્થિતિવાળા દેવ તે થયા. ભગવાન કહે છે કે તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા લઈ, કર્મોના નાશ કરી કેવળ જ્ઞાન પામી મેાક્ષે જશે. (૧૮૦)
{ બાહ્ય તપના ત્રણ વધુ પ્રકારો વિષે નીચેના ક્ષેાકમાં કહેવામાં આવ્યું છે. ]