________________
૨૩૪
કરજ કરે છે, ઘરબાર વેચે છે, કન્યાવિક્ય પણ કરે છે અને તેવાં જ બીજાં પાપ આચરી શ્રીમંતની હરીફાઈ કરવા મથે છે અને એક ન્યાતમાં જ્યારે સંખ્યાબંધ અવિચારી વ્યક્તિએ આવી મૂર્ખાઈ કરે છે ત્યારે પછી એ કુરતી જ્ઞાતિનું પારાવાર અહિત કરનારી થઈ પડે છે. આ કારણથી ન્યાતના વિચારશીલ અગ્રેસર હવે એવા નિયમો કરવા લાગ્યા છે કે જેથી ગરીબ અને તવંગરો લગ્નાદિ પ્રસંગે મર્યાદિત જ ખર્ચ કરી શકે અને કોઈ સાધનહીન મનુષ્યને મિથ્યાભિમાનમાં ખેંચાઈ ગજા ઉપરાંત ખર્ચ કરવાની લાલચ થવા પામે નહિ. આવા નિયમોમાં એવી મર્યાદા બાંધવામાં આવી હોય છે કે જેથી સામાન્ય અને ગરીબ સ્થિતિના માણસે પણ નિયમ પ્રમાણેનું ખર્ચ કરી શકે. જે ન્યાતમાં ખર્ચાળ કરઢીઓ ચાલતી હોય છે તે ન્યાતમાં ધીમે ધીમે ધનને નાશ થતો જાય છે અને ગરીબાઈ પ્રસરતી જાય છે. એવી જ્ઞાતિના માણસે વધારે કરજદાર બનતા જાય છે અને પરિણામે ધ્વંસ પામતા જાય છે. આ કારણથી એવા ખોટા રીવાજો કે જે જ્ઞાતિએ સ્વીકારેલા ન હોય પણ દેખાદેખીથી ચાલતા હોય તેને દૂર કરવા જ્ઞાતિસેવકે સાચી દિશામાં યત્ન કરવો જોઈએ.
દષ્ટાન્ત–એક નગરની બ્રાહ્મણ જ્ઞાતિ વર્ષમાં ૬ મહિના લાડુ જમતી! એટલે કે જ્ઞાતિ વિશાળ હોવાથી કોઈ ને કોઈ પિતાને ત્યાં લગ્ન કે મરણપ્રસંગે આખી ન્યાતને લાડુ જમાડતો. આથી એ ન્યાતના માણસે દર વર્ષે પિતાને ૬ માસ ઘેર જમવું પડશે અને ૬ માસ પારકે ઘેર ખાવાનું મળશે એવી જ માન્યતાવાળા બની ગયા હતા ! ન્યાતના સામાન્ય મનુષ્યની કમાણી હમેશાં સામાન્ય ખોરાક ખાવા પૂરતી જ હોય છે–ન્યાતની દરેક વ્યકિત વર્ષમાં છ માસ લાડુ જમે એટલી કમાણી કરી શકતી નથી. જમાડનાર એક વ્યક્તિ ખર્ચ કરે છે અને બીજા બધા મુફત જમે છે એવી સાંકડી દષ્ટિવાળાઓને એ લાડુ મુફતના જણાય છે પરંતુ દરેક વ્યક્તિને ત્યાં એવા એવા પ્રસંગે આવે છે જ અને તે વખતે પિતે જમેલા બધા લાડ કી નાંખવા પડે છે-મોટું ખર્ચ કરીને બધા જ્ઞાતિજનોને લાડુ જમાડવા પડે છે! આ રીતે વિચારતાં સમજી શકાશે કે દરેક માણસ પોતાના