________________
૨૮૦
ઘડા પડયો હતો તેને લાત મારીને ફાડી નાંખ્યા અને શિષ્યને કહ્યું કે–જા, નવા ઘડેા પાણી ભરીને લઇ આવ. શિષ્ય ગામમાં જઇ બે પૈસા ભીખમાં લઈ આવી નવા ધડેા ખરીદી આવ્યા અને નદીતટે પાણી ભરવા ગયા. પાણી ભર્યું અને ઘડે ઉંચકવા જાય છે, ત્યાં મનમાં વાયુનો વટાળ આવ્યેઃ હું શાહુકારનો પુત્ર, ભીખ માંગીને ઘડે લઇ પાણી ભરી જઉં છું, ત્રણ ત્રણ વરસથી ગુરૂની સેવા કરૂં છું, છતાં ગુરૂને તેનો કશે! ગુણ નથી ! આ કરતાં તે સંસારમાં રહી પ્રભુભક્તિ કરી હેાત તો શુ ખાટું હતું ? ગુરૂજીનું થવું હશે તેમ થશે, પણ હું તે। અહીંથી સીધા ધેર જ ચાલ્યેા જઉં.' આમ વિચારી તે ઘડે। નદીઘાટ ઉપર મૂકી પાછો ફરે છે, એટલામાં તેને ઘડા ઉપરના દષ્ટિપાતથી એમ લાગવા માંડયું કે એ ઘડે। કાંઈ વાચા કરે છેઃ कोदारेण विदारिता वसुमतिः पश्चात् खरारोहणं । तत्पापिष्ठकुलाल पादहननं दंडेन चक्रभ्रमम् ॥ रज्वा छेदनताडनं च दहनं सर्व विसोढं मया । ग्राम्यस्त्रीकरटंकणं बहुकृतं तन्नोपिदुःखं महत् ॥
અર્થાત્—(ઘડા કહે છે) પહેલાં તો કેાદાળીના ધાથી ભોંય ખાદીને માટી ખાણમાંથી કાઢવામાં આવી, પછી એ માટીને ગધેડે ચડાવીને લઈ જવામાં આવી, પછી દુષ્ટ ભારે તેને પોતાના પગ વડે ખુંદી, પછી ચાક ઉપર ચડાવીને લાકડાના દાંડાથી ભ્રમણ કરાવ્યું, પછી દોરીથી ચાક ઉપરથી કાચા ધડાને ગળેથી છેદવામાં આવ્યા, પછી તેને ટપલાં મારીને ટીપ્યા, પછી તેને નીંભાડામાં નાંખીને બાળ્યા, ત્યારે ઘડા થયા, પરન્તુ એટલેથી પત્યું નહિ. ધડે। ખરીદનારી ગામડીયણ ખાઇએ તેને બહુ બહુ ટકેારા મારીને ખાત્રી કરી જોઈ કે તે કાણા કે ફૂટેલા નથીને ! ત્યારે જ તે ‘પાત્ર' થયું કહેવાયું! ભાઇ આ ઘડા રૂપી પાત્રના દુઃખ પાસે તારૂં દુઃખ શા હિસાબમાં છે ? તારે પણ જો ‘પાત્ર’ (વિદ્યા ગ્રહણ કરવાને લાયક) થવું હાય તે। દુઃખ સહન કરવું જ પડે! ધડાના આ ખેાધથી શિષ્યનો ગુરૂ પ્રત્યેનો ભાવ જાગૃત થયા અને પાણી ભરીને ગુરૂ પાસે ધડેા લઈ ગયા. તે આશ્રય પામ્યા કે ગુરૂનો વ્યાધિ નાશ પામી ગયા હતા! એ રીતે ગુરૂએ તેની સેવાની કસોટી