________________
૪૪૬
વાય છે અને જ્યારે કુંડલિની જાગૃત થાય છે ત્યારે યોગીને એ ચક્રમાંથી અનાહત નાદ શ્રવણગોચર થાય છે. ધ્યાનસિદ્ધિનું આ એક ઉંચું પગથયું છે. જ્યારે કુંભક કરવામાં આવે છે ત્યારે તેને ધક્કો કુંડલિનીને લાગે છે અને તે સર્પાકારે હોવા છતાં જાગૃત થઈને સીધી થઈ જાય છે “ અને પ્રાણ સુનામાં પ્રવેશી પ્રત્યેક ચક્રને ભેદત બ્રહ્મરધ કે જે મસ્તિષ્કને
સ્થાને રહેલું છે તેમાં જાય છે. તે સમયે મનોવૃત્તિ શાન્ત થવાથી અનેક ભવની વાસનાઓના સંસ્કારો નાશ પામવા લાગે છે તથા વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ સમાધિ દશા છે અને અનાહત ચક્રમાં નાદ સંભળાવા લાગે તે મધ્યમ દશા છે. આ બધે વિષય ગ્રંથકારે સંક્ષેપમાં સમજાવ્યો છે કારણકે તેની સિદ્ધિ ગુરૂગમ્યતા વિના અશક્ય છે અને ગુરૂગમ્યતા આવશ્યક પણ છે. યોગ વિષય ગુરૂ વિના શીખવો તે હાનિપ્રદ થવાનો સંભવ છે. જાણીતા થીઓસોફીસ્ટ પંડિત લેડબીટર સત્ય જ કહે છે કે “ I should advise everyone to abstain from them unless directed to try them by a competent teacher who really understands what they are intended to achieve.” અર્થાત–ગપ્રક્રિયાઓ શા માટે અને કેમ કરવી તે સંપૂર્ણ રીતે સમજનાર ગુરૂની દેખરેખ વિના એ પ્રક્રિયાઓના અખ્તરા નહિ કરવાની હું દરેક જિજ્ઞાસુને સલાહ આપું છું. ” (
૧૬) [ ધ્યાનસિદ્ધિ અને ચિત્તવિશુદ્ધિને માટે આ તે દ્રવ્યપ્રાણાયામની વાત થઈ; પરંતુ તેથીએ વિશિષ્ટ જે ભાવપ્રાણાયામ છે તે વિશે હવે ગ્રંથકાર કહે છે.]
માવાયા: ૨૧૭ | ब्राह्यप्राणविशोधनं न सफलं स्यात्सर्वथा योगिनामत्रास्ति क्षतिसम्भवोऽपि न ततोस्याऽत्यादरःशोभनः तत्त्यक्त्वा बहिरात्मभावमखिलं भावं निपूर्यान्तरं। स्थातव्यं परमात्मभावशिखरे ध्यानाङ्गमेतद्वरम् ॥