________________
૧૪૫
नश्येदुर्व्यसनोद्भवं च दुरितं दैन्यं च दूरीभवेत् ॥ सेवाक्षेत्रामिदं धनाढ्यविदुषोभव्यं विशालं ततस्ताभ्यां शूद्रकशिक्षणार्थमुचितः कार्यःप्रबन्धो वरः ॥
શુદ્ધ વર્ગને શિક્ષણ, ભાવાર્થ—શકોને પણ કેળવણી આપવાથી તેમની નીતિ રીતિમાં સુધારો થાય, મદિરાપાનાદિ વ્યસને દૂર થવાથી તેથી થતું પાપ અટકે, તેમની દીન અવસ્થા–દરિદ્રતા દૂર થાય, એટલે શદ્ર વર્ગને શિક્ષણ આપવું તે પણ વિદ્વાનો અને શ્રીમંતોને માટે વિશાલ અને ભવ્ય સેવાક્ષેત્ર છે; માટે વિદ્વાનો અને શ્રીમંતોએ શૂદ્રવર્ગને કેળવવા માટે ઉચિત પ્રબંધ કરવો જોઈએ. (૨)
વિવેચન–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમાંનો છેલ્લો શદ્ર વર્ણ પહેલા ત્રણ વર્ણોની સેવા માટે છે એવું મનુસ્મૃતિકારે જણાવ્યું છે. શકીની આવી સેવાના બદલામાં તેમનું માત્ર ભરણપોષણ જ એ ત્રણે વર્ષોએ કરવું એટલું પૂરતું નથી. ગામનાં કૂતરાં અને પશુઓનું પણ ભરણપોષણ સમાજે કરવું જોઈએ છે અને એ જ કક્ષામાં કોને મૂકીને તેમનું પોષણ કરવાનો ભાર સમાજે લેવો એ મનુષ્યોને પણ પશુઓની તુલનામાં મૂકવા બરાબર છે. બ્રાહ્મણનું પોષણ પણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો મળીને કરે છે, તો બ્રાહ્મણે પિતાના જ્ઞાનનો વ્યય એ ત્રણે વર્ષો પ્રત્યે શું ન કરવો જોઈએ? શોનું ભરણપોષણ તેમની સેવાના બદલા તરીકે કરવાથી તો માત્ર ધનનો વિનિમય કર્યો ગણાય, પરંતુ શું સંસ્કૃતિને વિનિમય ન કરવો જોઈએ ? શું શદ્રો સંસ્કૃતિના અધિકારી નથી ? માત્ર પશુઓની પેઠે ભરણપોષણના જ અધિકારી છે? ગ્રંથકાર આવા પ્રશ્નોના જવાબમાં જણાવે છે કે–શદ્રોને–પતિત વર્ગોને પણ શિક્ષણ આપવું જોઈએ કે જેથી તેઓની નીતિ-રીતિમાં સુધારા થાય, તેઓ દુવ્યસનથી મુક્ત થાય અને દીનતાને પણ હઠાવી શકે. આ ઉપરથી જણાશે કે શકો પણ સંસ્કૃતિના અધિકારી છે અને જેવી રીતે