________________
૪૧૬
આવે તે તે પરથી ઉઠીને તેમનું અભિવાદન કરવું. પિતાનાથી વિદ્યાદિ ગુણોમાં વૃદ્ધ, ગુરૂ આદિ પુરૂષ આવે તે સમયે યુવાન પુરૂષોના પ્રાણ બહાર નીકળવા જેવા થાય છે; પછી જ્યારે તે યુવાન પુરૂષ તે વૃદ્ધને પ્રત્યુત્થાન તથા અભિવાદનથી સત્યારે તેણે કરીને પાછા પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે ગુર્વાદિક પ્રત્યે કરેલો શુશ્રષા અને અનાશાતના વિનય તપરૂપ બને છે, અને તેથી આંતરિક નિર્મળતાની પ્રાપ્તિ થાય છે.
अन्य गुणेः प्रभ्रष्टोऽपि यद्यस्ति विनयो दृढः ।
भूयो गुणानवाप्नोति अर्हन्नको निदर्शनम् ॥
અહંનક મુનિ (અરણીક મુનિ ) ગેચરી કરવા જતાં ચંદ્રમુખી સ્ત્રીના મેહપાશમાં બંધાઈ ગયા અને એ નવજુવાન મુનિ એ સ્ત્રીને ત્યાં જ રહી સુખવિલાસ ભેગવવા લાગી ગયા; પરન્તુ અહંન્નકમાંથી વિનય ગયે ન છે તેથી જ્યારે તેમની શોધ કરતાં કરતાં તેમનાં માતુશ્રી સાધ્વી વેશે તેમની સમીપે આવીને ઊભા રહ્યા કે તુરત જ એ વિયાન્વિત પુત્ર તથા સાધુએ માતાને બોધ માથે ચઢાવી લઈ દુષ્કૃત્યને ત્યાગ કર્યો, પ્રાયશ્ચિત્તમાં પાદપિગમન અનશન સ્વીકારી લીધું અને અનશનમાં જ મૃત્યુની ભેટ લીધી. આ રીતે વિનય આંતરિક નિર્મળતાના સાધનરૂપ બને છે.
દૃષ્ટાત–ઉજ્જયિની નગરીમાં સ્નાત્રાઘાન નામે એક ઉદ્યાનમાં ચંડરૂદ્ર સુરિ નામે એક જૈન આચાર્ય શિષ્ય પરિવાર સાથે પધાર્યા. સૂરિ એવા ક્રોધી હતા કે શિષ્યોના જૂનાધિક દોષ જોઈને તેમને બહુ રષ ચડે. આ સર્વ શિષ્યોને મારા એકલાથી સંભાળી શકાતા નથી અને ક્રોધને લીધે આત્માનું કાર્ય વણસે છે એમ વિચારીને ગુરૂ શિષ્યોથી થોડે દૂર એકાતમાં ધર્મધ્યાન કરવા લાગ્યા. એક વાર કેટલાક જુવાનીયાઓ ફરતા ફરતા તે ઉદ્યાનમાં આવી ચડ્યા, તેમાં તુરતને પરણું આવેલું એક વણિક પુત્ર હતો. આ વણિક પુત્રને આગળ કરીને બીજા જુવાનિયા સાધુઓની સમીપે ગયા અને બોલ્યા : “મહારાજ ! આ અમારા મિત્રની સ્ત્રી ભાગી ગઈ છે અને એ દુઃખી થઈ ગયો છે, એટલે એને સંસાર ઉપર વિરાગ આવી