Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 501
________________ શુકલ દયાનનાં આલંબન અને ભાવના. ભાવાર્થ–સંયમીઓને શુકલ ધ્યાન ઉપર ચઢવાને માટે ક્ષમા, નિર્લોભતા, ઋજુતા–સરલતા અને મૃદુતા એ ચાર આલંબન કહ્યાં છે; તેમ જ શુલ ધ્યાનની વિશુદ્ધિ માટે પાપ માત્ર અપાયકારણ–હાનિકર્તા છે, આ દેહ અશુભ-અશુચિમય છે, આ જીવ અનંત પુદ્ગલપરાવર્તનથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને આ જગત નશ્વર ચલાયમાન છે, એ ચાર ભાવનાઓ ભાવવી. (૨૧૮) વિવેચન–શુક્લ યાનના પહેલા બે પાયામાં સક્રિયતાનું અસ્તિત્વ હોઈ યોગનું (પહેલામાં ત્રણ અને બીજામાં એકનું) પણ અસ્તિત્વ છે, એટલે ત્યાંસુધી સંયમીના ચિત્તને ઉચ્ચ શ્રેણીઓ ચડતા જવા માટેનું આલંબન હોય તે સ્વાભાવિક છે. આ આલંબન ચાર છે. અત્ર ગ્રંથકારે નિરિતા –કહેલા એ શબ્દપ્રયોગ એટલા માટે કર્યો છે તે આલંબનો શાસ્ત્રકથિત છે. વિવાહ સૂત્રમાં તે આલંબનોનું વિધાન છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા રૂપી આલંબનો વડે શુક્લ ધ્યાનમાં સ્થિર રહી શકાય છે અને પ્રથમમાંથી બીજા પાદમાં તથા બીજા પાદમાંથી ત્રીજા પાદમાં ચડી શકાય છે. આ ઉપરાંત શુલ ધાનીની ચાર અનુપ્રેક્ષાએ અથવા ભાવનાઓ. કહી છે. પ્રાણાતિપાતાદિ દરેક પાપ અપાયનું કારણ છે એવું ચિંતવવું તે એમાંની પહેલી ભાવના છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને ત્યાગ એ પાંચ આશ્રવના ભેદ છે અને આવોને ભગવંતે અપાયનાં કારણ રૂપ કહ્યાં છે, એવા શ્રતના ચિંતનમાંથી યોગમાં સંક્રમણ વડે અને યોગમાંથી શ્રતમાં સંક્રમણ વડે ઉત્તરોત્તર જૂદી જૂદી ભાવનાએ ભાવતાં શુક્લ ધ્યાનમાં ધ્યાતા આગળ ને આગળ વધતો જાય છે. એવી જ રીતે ત્રણ ભાવનાઓ વિષે સમજવું. અશુચિ ભાવને એટલે એવું ચિંતવવું કે આ દેહ અશુભ-અશુચિ પરમાણુઓનો બનેલો છે એટલે તે ઉપર રાગ દશા શી ? ત્રીજી અનંત પુદ્ગલપરાવર્તન ભાવના છે એટલે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરતા થકે અનંત પુદગલપરાવર્તન કરી ચૂક્યો છે, હવે એ સંસારમાં રાગદશા શી, એવું જે ચિંતન તે શુકલ ધ્યાનની ત્રીજી ભાવના છે. અને ચોથી

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514