________________
કુરૂઢીઓ દૂર કરવી. ભાવાર્થ—કેટલીક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે તે કેટલી જ્ઞાતિઓમાં મૃત્યુપ્રસંગે પિતાની પાસે પૈસા ન હોય તે દીકરીને વેચી કે ઘરબાર વેચીને પણ મોટા વરા કરવા, જ્ઞાતિને મિષ્ટ ભોજન દેવું, મોટી જાને જોડાવવી અને એ રીતે હજારે કે લાખો રૂપિયાને ધુમાડો કરવામાં આવે છે. આવા પ્રકારની કુરૂઢીઓ એકંદર રીતે ધનનો નાશ કરી સમાજને ગરીબ બનાવે છે અને સામાન્ય માણસોને કરજના દબાણથી પાયમાલ કરી નાખે છે, તેથી તેવી કુરૂઢીઓના મૂળને ઉખેડવા માટે સેવાના ઉમેદવાર સજ્જનોએ ઉત્તમ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૩)
- વિવેચન આ શ્લોકમાં ગ્રંથકાર જ્ઞાતિના કલંકરૂપ બીજી કેટલીક કુરૂઢીઓનો ઉલ્લેખ કરે છે, જેવી કે લગ્ન–પ્રસંગે કિંવા મૃત્યુ-પ્રસંગે મોટા જમણવાર કરવા, મટી જાને જોડવી, ખર્ચાળ વરઘોડા ચડાવવા ઈત્યાદિ. એક સાધનસંપન્ન વ્યક્તિ પોતાને ઘેર આવેલા કોઈ વિશિષ્ટ પ્રસંગે પોતાના ગજા પ્રમાણે ખર્ચ કરે તે કાંઈ અનર્થકારક નથી, પરંતુ દેખાદેખીથી કિંવા અન્ય કોઈ રીતે એવાં ખર્ચા કરવાની રૂઢી જ પ્રચલિત થઈ જાય છે, ત્યારે તેમાંથી અનેક અનર્થો જન્મ પામે છે. પ્રત્યેક વ્યક્તિમાં મહત્ત્વાકાંક્ષા તે જૂનાધિક અંશે હોય છે જ, અને જ્યારે એ આકાંક્ષા બહુ તીવ્ર બની જાય છે પરંતુ મહત્તા પ્રાપ્ત કરવાનાં પૂરતાં સાધનો હોતાં નથી, ત્યારે સ્વભાવની નિર્બળતાથી કેટલાક મનુષ્યો દંભ કરવા લાગે છે, એટલે કે તમાચો મારીને મહીં લાલ રાખવાનો યત્ન કરે છે! પિતાની ખાનદાની, પિતાની સાધનસંપન્નતા કિંવા પોતાનું કુળવાનપણું બતાવવાને સાધનસંપન્ન
વ્યકિતઓનાં જેવાં બાહ્યાચરણ તે કરે છે અને એ રીતે ન્યાતમાં દેખાદેખીનાં ખર્ચો પ્રચલિત થતાં કુરતી પડી જાય છે. અમુક શ્રીમંત મનુષ્ય લગ્નપ્રસંગે મોટો જમણવાર કર્યો કે ભભકાદાર વરઘોડો ચડાવ્યો તો પોતે પણ કરજ કરીને તેમ કરી ખાનદાનમાં ખપવું એવું મિથ્યાભિમાન જ્યારે સાધનહીન મનુષ્યોમાં પણ દાખલ થાય છે, ત્યારે અનર્થની પરંપરા ચાલુ થાય છે. તે