________________
૯૮ :
માની મનુષ્યે પણ જ્યારે પેાતાની સામે વિધર્મી આવે અને તેની સાથેકાઈ આખતમાં મતભેદ પડે ત્યારે તત્ત્વનિશ્ચય કરવાની બુદ્ધિથી તત્ત્વની સમાલોચના કરવી જોઈ એ; અને જ્યારે એ તત્ત્વ વિચારશે કે હું વૈષ્ણવ ધારા પ્રભુપ્રાપ્તિ કરવા માંગું છું, તે તે મુદ્દોપાસના દ્વારા નિર્વાણુપ્રાપ્તિ કરવા માંગે છે; વસ્તુત: બેઉના હેતુ તેા જન્મ-મરણના ફેરા ટાળવાને જ છે. પરમાત્મા તેા બેઉનેા એક જ છે, તે પછી ઐહિક ભેદદષ્ટિથી શા માટે મૈત્રીને ત્યાગ કરવા જોઇએ ? એવી રીતે તત્ત્વાલાચન કરનાર વીર પુરૂષની તે। શત્રુ પણ પ્રશંસા કરે છે અને તેનું કેાઇ અમિત્ર બનતું નથી કે રહેતું નથી. એ જ સાચે ‘મનુષ્ય’ કહેવાય છે. નામ યામિનન્તિ દ્વિષોપિ સ મતઃ પુનાન્ । પ્રાચીન કાળમાં જૈન, ઔદ્ધ અને વૈષ્ણવ ભાઇએ એક જ પિતાના ઘરમાં સુલેહસંપથી રહી શકતા તે આવી જ તત્ત્વવિચારણા વડે રહેતા. એ ધર્મભેદની વાત થઇ. જ્યાં દેશભેદ હેાય ત્યાં શું કરવું ? મહાત્મા ગાંધીજી કહે છે કે સ્વદેશાભિમાન ત્યારેજ ચેાગ્ય ગણાય કે જ્યારે પરદેશીએ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય જ નહિ. દેશના હિતને અર્થે કાઇ પરદેશીઓ સાથે યુદ્ધ કરવું પડે તાપણુ એ યુદ્ધ કરવામાં દ્વેષ નહિ પણ મિત્રતા જકારણીભૂત હાવી જોઇએ. કાઈ શંકા કરશે કે જે મિત્રતા હોય તે યુદ્ધ સંભવિત જ નથી; પરન્તુ એ ભૂલ છે. દૂષી યુદ્ધ કરનાર શત્રુથી પેાતાનું સંરક્ષણ કરવા ઉપરાંત શત્રુનું પુષ્કળ અનિષ્ટ કરે છે, તેને મનુષ્યની વર્ગામાંથી ઉતારીને પશુ બનાવી દેવા તે તલસે છે; પરન્તુ મૈત્રી ભાવનાવાળાને દેશને અર્થે યુદ્ધ કરવું પડતું હાવા છતાં તે પોતાનું રક્ષણ કરીને યાગ્ય પ્રસંગ આવ્યે શત્રુની સાથે સ ંધિ કરે છે. તે તેને દ્વેષ કરતા નથી કે તેનું અનિષ્ટ કરવા મથતા નથી, પરન્તુ તેના મિત્ર અનીને તેનામાં પાતા કરતાં જે કાંઈ નવા ગુણા હોય તે ગ્રહણ કરવા તત્પર રહે છે. એ પ્રમાણે પરદેશીએ તરફ જોતાં
જ્યારે ગુણગ્રહણને સારભૂત માનવા સુધી મનુષ્યની દૃષ્ટિ કેળવાય છે ત્યારે તેને તેની તરફ કદાપિ દ્વેષ થતા નથી. ગત યુરાપીય મહાયુદ્ધમાં ફ્રાન્સ અને જમની બેઉ દેશએ મનુષ્યજાતિનું અકલ્યાણ કરનારા વ્યાપાર કરવામાં મણા મૂકી નથી. જર્મનીએ પોતાના વિજ્ઞાનશાસ્ત્રને હિંસાને અર્થે