________________
૨૨૯
એના વખતમાં આવા નિયમની જરૂર નહોતી કારણકે તે વખતે જ્ઞાતિના, પટેલે પણ સમજતા કે પોતે જેવો જ્ઞાતિનો ઉપરી છે, તેવો જ જ્ઞાતિનો સેવક છે અને પિતે આત્મભોગ આપીને જ્ઞાતિનું કલ્યાણ થાય તેવી રીતે જ્ઞાતિરૂપી નાવને ચલાવવાનું છે, જ્ઞાતિજનોને યોગ્ય મર્યાદામાં રાખી તેની ઉચ્ચ સંસ્કૃતિ જાળવી રાખવાની છે અને જ્ઞાતિહિતાર્થે અનેક યોજનાઓ તન-મન–ધનથી કરવાની છે. પરંતુ આજે જ્ઞાતિના પટેલની તેવી ભાવનાઓ મોટે ભાગે નષ્ટ થઈ છે. તે એમ જ સમજે છે કે જેમ પ્રજા ઉપર રાજ્ય ચલાવવા માટે રાજા છે, તેવી રીતે જ્ઞાતિજનોને પિતાના મનસ્વી હુકમોથી રંજાડવા કે દબાવવા કે પોતાના ખાનગી સ્વાર્થી સાધવા માટે પિતાની પટેલાઈ અથવા શેઠાઈ છે! “શેઠ” એ શબ્દ “શ્રેષ્ઠ માંથી બનેલો છે. માણસ પિતાના ગુણો વડે જ શ્રેષ્ઠ લેખાય છે અને ગુણ ગ્રહણ કરનાર માણસ શ્રેષ્ઠ બની શકે છે. શ્રેષ્ઠતા વંશપરંપરા ઉતરે છે એવો કાંઈ નિયમ નથી, એટલે શેઠાઈ વંશપરંપરાની હોય એ એક જ્ઞાતિનો સડો છે. શ્રેષ્ઠતા ગુણાનુસારિણી હોવી જોઈએ અને તેથી જ્ઞાતિજનોના મતને અનુસરીને શ્રેષ્ઠ કોણ છે તેને નિર્ણય કરી શેઠાઈ તેને સોંપવી જોઈએ. પાશ્ચાત્ય દેશના રાજત્વમાં જેમ બહુમતવાદનું ધોરણ ચાલે છે, તેમ જ્ઞાતિઓમાં પણ બહુમતવાદ–Democracy હોવાની જરૂર છે. આ પ્રમાણે આ લેકમાં ગ્રંથકારે જ્ઞાતિના બંધારણમાં બહુમતવાદની આવશ્યક્તાનું સૂચન કરેલું છે. પટેલોને અન્યાયો દૂર કરવાનું સાધન જ અત્યારે એ છે. કોઈ પણ જ્ઞાતિમાં એક શ્રેષ્ઠ ગુણોવાળા માણસને નાયક કે પ્રમુખપદ આપવું, અપાવવું કિંવા તેને લગતી કોઈ યોજના કરવી તે પણ જ્ઞાતિની મોટી સેવા બજાવવા બરાબર છે. જે જ્ઞાતિનો નાયક થઈને જ્ઞાતિનું હિત આચરે છે તે તે. સાચે સેવાધર્મો છે જ, પરંતુ જે યોગ્ય માણસને નાયક બનાવે છે તેની સેવા પણ ઓછી ગણનાને પાત્ર નથી. મતદારોની યોગ્યતા નક્કી કરી, મંડળો સ્થાપી કે એવી લાંબી રીતે પટેલ કે શેઠ ચુંટવાની પદ્ધતિ જ્ઞાતિ
માં ચાલુ થતાં હજી વાર થશે, પરંતુ તે પહેલાં બનતાંસુધી સર્વાનુમતે યોગ્યતાનુસારે પટેલે કે નાયકોને પસંદ કરી તેમને નાયકપદે સ્થાપવાની,