________________
૨૧૪
માર્ગો તથા કારણેા કયાં છે ? પશુઓના સ્થૂળ શરીરના પ્રત્યેક ભાગ મનુ-ધ્યના ઉપયાગમાં આવે છે, એટલે કે તેનું માંસ, ચામડાં, હાડકાં, રૂધિર, ચરખી એ બધા પદાર્થોના મનુષ્યા ઉપયાગ કરે છે, તેથી એ નિમિત્તે પશુઓની હિંસા થાય છે. માંસાહારીએ પશુઓના માંસનું ભક્ષણ કરે છે, તેમનાં ચામડાં જોડા, કેાસ, પટા, ચેપડાનાં પૂઠાં, પાકીટ, થેલા, વગેરે પ્રકારની વસ્તુએ મનાવવાના ઉપયાગમાં આવે છે, રૂધિરને સૂકવી તેના ગટ્ટા બનાવવામાં આવે છે અને તે ગડ્ડા ચાહનાં ખેતરેામાં ખાતર તરીકે વપરાય છે, હાડકાંની કેટલીક વસ્તુઓ બને છે જેવી કે ચપ્પાના હાથા, રમકડાં વગેરે અને તે ઉપરાંત ખાતરમાં પણ તેને ઉપયાગ થાય છે, ચરખી સાંચાએમાં તેલને બદલે અને સાંચાના કાપડને ખેળ ચડાવવાના ઉપયાગમાં આવે છેઃ આવી રીતે પ્રત્યેક વસ્તુ ઉપયેાગમાં આવતી હાવાથી પશુઓને ધાત થવા પામે છે. જો મરેલાં પશુઓની આ વસ્તુએ ઉપયેાગમાં લેવાતી હોય તે એક માત્ર અપવિત્રતા સિવાય બીજી કશી હાનિ થતી નથી, પરન્તુ માંસ અને રૂધિર માટે તે જીવતાં પશુએને જ ધાત કરવામાં આવે છે. કુદરતી મેાતે મરતાં પશુએની સંખ્યાથી ચામડાં, હાડકાંના વેપારીઓની ભૂખ ભાગતી નહિ હાવાથી આ હિંસામાં તેએ પણ હિત ધરાવે છે ઃ આ કારણથી જીવતાં પશુઓના ઘાત એ થવાનો યત્ન કરવા તે પશુરક્ષણનું પવિત્ર કાર્ય ખજાવવા ખરાખર છે. માંસાહાર એ જીવતા પશુના ધાતનું મુખ્ય કારણ છે અને તે અટકાવવા માટે પણ ખરેખરેા યત્ન કરવામાં આવવે જોઇએ. જોકે માંસાહાર કેાઈ પણ દેશમાં તદ્દન બંધ થાય તે શક્ય નથી, તેપણ તેનું પ્રમાણ એછું થાય, જનતાને ઉપયાગી જાનવરો ઓછાં કપાય કે ન કપાય, લેાકેાને ઘી, દૂધ માત્ર નામનાં જ મળે છે, માનસિક શારીરિક શક્તિમાં ન્યૂનતા આવતી જાય છે એ અડચણ દૂર થાય, ખેતી જેવા ઉદ્યોગા સુધરે અને પરિણામે આજે દેશના માટા ભાગનાં મનુષ્યાને નિયમિત રીતે રોજ બે ટંક ખાવાનું મળતું નથી એ દુર્દશા દૂર થવા પામે, તેટલા માટે તે લેાકેાને માંસાહાર છેડાવવા માટે યત્ન કરવા એ દેશના કલ્યાણને જ મા` છે. યજ્ઞોમાં પશુઓના ભાગ પ્રાચીન કાળમાં
તેથી તેમની