________________
સોને સરખી રીતે વહેંચી આપી આહારાદિ કરવાં. એકેક ભિક્ષુને જે ભાગ મળ્યો હોય તેનું બીજાને આદરપૂર્વક આમંત્રણ કરવું. જે કોઈ લે છે. પિતાના ભાગમાંથી તેને આપવું, નહિતે પિતે સરસ હોય કે નીરસ હેય. છતાં સમભાવ રાખીને આહાર કર. (૧૫૧)
વિવેચન–જ્યાં ગૌચરીકે મધુકરીથી ભોજનના પદાર્થો પ્રાપ્ત કરવાના છે, જ્યાં સરસ કે નીરસ આહાર પ્રત્યે સમભાવથી જોવાનું છે, જ્યાં આહારદિને હેતુ જીવન ટકાવવા સિવાય બીજો કશે નથી, ત્યાં પેટપૂરતા ભેજનની કે જિહવાને આહલાદ આપે તેવા પદાર્થોની આશા ફેકટ જ હોય; ગમત કે અણગમતે ન્યૂન કે અધિક જેટલો આહાર પ્રાપ્ત થયો હોય તેટલે આહાર ભિક્ષુઓની વચ્ચે સમભાગે વહેંચીને સંતુષ્ટ રહેવું એ જ ત્યાં કર્તવ્ય છે; પરંતુ આ કર્તવ્ય બજાવવામાં પણ ઉચિત વિનયનું સ્થાન છે. ગુરૂને ભોજનના પદાર્થો બતાવવા, પછી તેના ભાગ પાડવા અને એ ભાગમાંથી પણ બીજા સહચારી ભિક્ષુઓને ભાગ લેવા નિમંત્રણ કરવું, અને જે તેમને તેમાંથી ભાગ લેવા ઈચ્છા ન હોય તે પોતાને મળેલે ભાગ પોતે સમભાવ દૃષ્ટિથી આરોગવો, એટલે વિનય અહીં કર્તવ્ય સૂચવે છે. આ વિનયને હેતુ કેવળ શુષ્ક વિધિપૂરતો નથી. કેટલીક વાર કોઈ મુનિ માં હોય છે અને તેને ચોક્કસ પ્રકારનો આહાર વધુ જોઈતો હોય છે. એ પ્રસંગે ગુરૂ તે મુનિને માટે અમુક આહાર રાખીને બીજા બધા પદાર્થોને સમભાગ કરવાનું સૂચન કરી શકે છે. એટલે આ વિનય શુભ હેતુ માટે હોય છે.
દૃષ્ટાંત–આ વિનયને હેતુ નહિ સમજેલા પરંતુ ભકિક સ્વભાવના, એક મુનિનું દષ્ટાંત અત્ર બંધ બેસતું થશે. એક વાર એક મુનિને એક ગૃહસ્થને ઘેરથી ગોચરીમાં ગરમાગરમ વડાં પ્રાપ્ત થયાં. મુનિએ વિચાર કર્યો કે ઉપાશ્રયે પહોંચતાં આ વડાં ઠરી જશે અને અત્યારે તે ગરમાગરમ છે, તે હું તેમને મારો અર્ધો ભાગ ખાઈ લઉં તો શું ખોટું છે? વડાની સંખ્યા ૧૬ હતી, એટલે મુનિએ માર્ગમાં જ તેમાંનાં અર્ધી વડાં ખાઈ લીધાં અને બાકીનાં ૮ રહેવા દીધાં. માર્ગમાં આગળ વધતાં વળી તેને વિચાર થયો કે