________________
૩
અથાત-ડાહ્યા મનુષ્ય ધન-જીવનાદિને પરાર્થે ત્યજવાં જોઈએ: વિનાશ આવી પહોંચે તે પહેલાં પરાર્થે તેનો ત્યાગ કરવો એ જ યુક્ત છે. પરાર્થ કિંવા સેવાધર્મને નીતિમાં સ્થાન મળ્યું છે તેનું કારણ એ છે કે કેવળ પોતાના પૂલ સ્વાર્થથી પ્રેરાઈ મનુષ્યો જે પરહિતનો વિચાર કરતા નથી તો તેઓ પોતાનું કરજ નહિ ફેડવાને લીધે છેવટે દેવાળું કાઢવાની સ્થિતિમાં જ આવી પડે છે. જે દેશનાં મનુષ્યો આવી સ્વાર્થ વૃત્તિથી પ્રેરાઈને પોતાના સંબંધીઓનું, સમાજનું કે દેશનું હિત કરવામાં તત્પર રહેતા નથી તેઓ વિનાશની નજીક ખેચાઈ જાય છે તેનું કારણ એ છે કે તેઓ પિતાનું કુદરતી કરજ નહિ ફેડી શકવાથી દેવાળું કાઢવાની અણી પર હોય છે. પરાર્થસાધના નીતિમાં સ્થાન પામી છે અને જન: સમાજને કર્તવ્યપાલનમાં ઉઘુક્ત કરવા માટે એ સ્થાન વાજબી રીતે આપવામાં આવ્યું છે. (૨૮)
પરાર્થવૃત્તિ જગતમાં બધે કેવી રીતે વ્યાપી રહી છે અને તેથી લેતી-દેતીના વહેવાર મુજબ જગતના સર્વ જીવોને વહેવાર કેવી રીતે ચાલે છે તે નીચેના લોકમાં ઉદાહરણો વડે દર્શાવવામાં આવ્યું છે.]
प्रत्युपकारवृत्तेापकता । २९ ॥ वृक्षाः पोषणकारकाय ददति स्वायं सुपक्वं फलं। जग्ध्वा शुष्कतृणानि दुग्धममलं गावोऽर्पयन्त्यन्वहम् ॥ रे श्वानोऽप्युपकारकस्य निलयं नो विस्मरन्ति क्षणं। हन्यात्प्रत्युपकारसिद्धनियमं धीमान्मनुष्यः कथम् ॥
પ્રત્યુપકારવૃત્તિનું વ્યાપકપણું. ભાવાઈ–વૃક્ષો પિષણ કરનારને પરિપકવ સ્વાદિષ્ટ ફલ આપે છે. ગાયો સૂકું ઘાસ ખાઈને દરરોજ નિર્મલ દૂધ દે છે. અરે! કૂતરાઓ પણ ઉપકારી માણસનું ઘર એક ક્ષણ પણ ભૂલી જતા નથી અર્થાત તેના